રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યોઃ ફેડરલ કોર્ટ

યુએસ ફેડરલ કોર્ટેનો ટેરિફ વધારા પર પ્રતિબંધ-રાષ્ટ્રપતિ પાસે આટલા મોટા ટેરિફ લાદવાનો અધિકાર નથી
(એજન્સી)વોશિંગ્ટન, યુનાઇટેડ સ્ટેટ્સની એક ફેડરલ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો અને જોરદાર ફટકો આપ્યો છે. ફેડરલ કોર્ટે વિશ્વના ઘણા દેશો પર રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફ પર પ્રતિબંધ મૂક્્યો છે. કોર્ટના આ નિર્ણયથી ટ્રમ્પની આર્થિક નીતિઓના એક મહત્વપૂર્ણ ભાગને ફટકો પડ્યો છે. આંતરરાષ્ટ્રીય વેપાર અદાલતે પોતાના નિર્ણયમાં કહ્યું કે વ્હાઇટ હાઉસ દ્વારા ટેરિફ લાદવા માટે ટાંકવામાં આવેલ કટોકટી કાયદો રાષ્ટ્રપતિને વિશ્વના લગભગ તમામ દેશો પર એકપક્ષીય રીતે ટેરિફ લાદવાનો અધિકાર આપતો નથી.
અમેરિકાના મેનહટનમાં સ્થિત આંતરરાષ્ટ્રીય ટ્રેડ અદાલતે કહ્યું કે યુએસ બંધારણ અનુસાર, કોંગ્રેસને વિશ્વના અન્ય દેશો સાથે વેપાર સરળતાથી ચલાવવા માટે ખાસ અધિકારો આપવામાં આવ્યા છે, જે અર્થતંત્રના રક્ષણના નામે રાષ્ટ્રપતિને આપી શકાતા નથી. જોકે, કોર્ટના નિર્ણય પછી તરત જ, ટ્રમ્પ વહીવટીતંત્રે અપીલ દાખલ કરી.
હકીકતમાં, ફેડરલ કોર્ટના નિર્ણય પછી, વ્હાઇટ હાઉસ પાસે હવે તમામ ટેરિફ બંધ કરવા માટે અમલદારશાહી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ૧૦ દિવસનો સમય છે. જોકે, આમાંના મોટાભાગના કેસોમાં, ટેરિફ પહેલાથી જ સ્થગિત કરી દેવામાં આવ્યો છે.
તે જ સમયે, ભૂતપૂર્વ ટોચના સીબીપી અધિકારી જોન લિયોનાર્ડે બીબીસીને જણાવ્યું હતું કે, હવે આ મામલો અપીલ પ્રક્રિયામાંથી પસાર થશે. આવી સ્થિતિમાં, જો વ્હાઇટ હાઉસ તેની અપીલ હારી જાય છે, તો યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન એજન્સી સૂચનાઓ જારી કરશે.
જોકે, તેમણે કહ્યું, એ પણ શક્્ય છે કે ઉચ્ચ અદાલતો ટ્રમ્પ પ્રત્યે વધુ સહાનુભૂતિ ધરાવે છે. પરંતુ જો બધી અદાલતો આ નિર્ણયને સમર્થન આપે છે, તો જે તમામ ઉદ્યોગપતિઓએ ટેરિફ ચૂકવ્યો છે તેમને વ્યાજ સાથે ચૂકવવામાં આવેલી રકમ પરત કરવામાં આવશે. આમાં કહેવાતા પારસ્પરિક ટેરિફનો પણ સમાવેશ થાય છે.
અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સલાહકાર તરીકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
તેઓ ટ્રમ્પ સરકારમાં ર્ડ્ઢંય્ઈ ચીફનું પદ સંભાળી રહ્યા હતા. મસ્કે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે અમેરિકન સરકારમાં વિશેષ કર્મચારી તરીકેનો મારો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનું છું કે તેમણે મને સરકારના નકામા ખર્ચ ઘટાડવાની તક આપી હતી.
સમય જતાં ર્ડ્ઢંય્ઈનું મિશન વધુ મજબૂત બનશે. ફેડરલ ટ્રેડ કોર્ટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર સ્ટે મૂક્યો છે, એને ગેરબંધારણીય ગણાવ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે ટ્રમ્પે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો અને બંધારણના કાર્યક્ષેત્રની બહાર જઈને આ ટેરિફ લાદવાનો પ્રયાસ કર્યો.
મેનહટનમાં ફેડરલ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે ટ્રમ્પના આ પગલાને ગેરકાયદે જાહેર કર્યું. કોર્ટની ત્રણ ન્યાયાધીશની બેન્ચે કહ્યું હતું કે ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટનો દુરુપયોગ કર્યો છે. આ કાયદો કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિને ચોક્કસ સત્તાઓ આપે છે, પરંતુ કોર્ટે સ્વીકાર્યું કે ટ્રમ્પે કોઈ નક્કર આધાર વિના એનો ઉપયોગ કર્યો.
આ ટેરિફથી પ્રભાવિત થયેલા પાંચ નાના અમેરિકન વ્યવસાયો વતી લિબર્ટી જસ્ટિસ સેન્ટરે દાવો દાખલ કર્યો હતો. ૧૨ અમેરિકન આયાતકારોએ પણ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
બંનેએ દલીલ કરી હતી કે ટેરિફ નાના વ્યવસાયોને નુકસાન પહોંચાડી રહ્યા છે, કારણ કે આયાતી માલના ભાવ વધવાથી એના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. કોર્ટે આ દલીલો સ્વીકારી અને ઠરાવ્યું કે રાષ્ટ્રપતિ પાસે આટલા મોટા ટેરિફ લાદવાનો બંધારણીય અધિકાર નથી.
ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું હતુંછે કે તે તાત્કાલિક આ નિર્ણય સામે અપીલ કરશે. ટ્રમ્પે તેમની સોશિયલ મીડિયા સાઇટ્સ પર દાવો કર્યો હતો કે અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે તેમની ટેરિફ નીતિ જરૂરી હતી. જોકે કોર્ટે સૂચવ્યું હતું કે ટ્રમ્પ ટ્રેડ એક્ટ ૧૯૭૪ની કલમ ૧૨૨ હેઠળ ૧૫૦ દિવસ માટે ૧૫% સુધીના ટેરિફ લાદી શકે છે, પરંતુ આ માટે પણ નક્કર આધારની જરૂર છે.
અપીલની રાહ જોવીઃ ટ્રમ્પ વહીવટીતંત્રની અપીલ પર કોર્ટનો આગામી નિર્ણય કેસની દિશા નક્કી કરશે. ૯૦ દિવસની રાહતઃ ટ્રમ્પે અન્ય દેશો સાથે વેપાર સોદા કરવા માટે કેટલાક ટેરિફ ૯૦ દિવસ માટે મુલતવી રાખ્યા હતા. હવે કોર્ટના નિર્ણયથી આ નીતિ વધુ નબળી પડી ગઈ છે. વૈશ્વિક અર્થતંત્રઃ વિશ્વ વેપાર સંગઠનએ પહેલાંથી જ ચેતવણી આપી છે કે ટ્રમ્પના ટેરિફથી વૈશ્વિક વેપારમાં ૮૧% સુધીનો ઘટાડો થઈ શકે છે. કોર્ટનો આ નિર્ણય આ જોખમ ઘટાડે છે.