USA: ધરપકડથી બચવા માટે ટ્રમ્પ સરેન્ડર પણ કરી શકે છે

ટ્રમ્પ શરણાગતિ સ્વીકારે તેવી શક્યતા! ન્યુયોર્કમાં દરેક જગ્યાએ પોલીસ તૈનાત
(એજન્સી)વોશિગ્ટન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આત્મસમર્પણ કરશે તેવી શક્યતાઓ જાેવા મળી રહી છે. પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને આપવામાં આવેલી રકમના મુદ્દે ધરપકડથી બચવા માટે ટ્રમ્પ સરેન્ડર પણ કરી શકે છે. આ શક્યતાને ધ્યાને લઇ ન્યૂયોર્ક સિટી પોલીસ ટ્રમ્પ ટાવરની આસપાસ મેટલ બેરિયર્સ પણ લગાવ્યા છે. USA: Donald Trump may even surrender to avoid arrest
અહેવાલ અનુસાર, મેનહટન ક્રિમિનલ કોર્ટહાઉસ પાસે રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે. પોલીસના માનવા મુજબ ટ્રમ્પના સમર્થકો તેમની હાજરી પહેલા કોર્ટની આસપાસ વિરોધ પ્રદર્શન કરી શકે છે. ગ્રાન્ડ જ્યુરી તપાસે તેની સામે આરોપ મંજૂર કર્યો. આવી સ્થિતિમાં, તેઓ ફોજદારી આરોપોનો સામનો કરનારા પ્રથમ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ છે.
રિપબ્લિકન કોંગ્રેસવુમન ટેલર ગ્રીન સહિતના ટોચના સમર્થકો ટ્રમ્પના સમર્થનમાં વિરોધ કરવા માટે આવતીકાલે ન્યૂયોર્ક જશે. માજાર્ેરી ટેલર ગ્રીનને ટ્રમ્પના કટ્ટર સમર્થક માનવામાં આવે છે. ન્યૂયોર્ક યંગ રિપબ્લિકન ક્લબ પણ ટ્રમ્પ પર થઈ રહેલી કાર્યવાહીનો વિરોધ કરવા જઈ રહી છે. ક્લબના સભ્યો કોર્ટહાઉસથી આજુબાજુના પાર્કમાં વિરોધનું આયોજન કર્યું છે.