Western Times News

Gujarati News

ભારતીયોને વિઝા આપવા માટે USA એ સ્પેશિયલ વિન્ડો ઓપન કરી

(એજન્સી)નવી દિલ્હી, અમેરિકાના વિઝા મેળવવામાં વેઇટિંગનો સમય એટલો બધો લાંબો છે કે ભારતીયો તેનાથી ત્રાસી ગયા છે. તેના કારણે વિઝાના ટાઈમિંગ વિશે ભારતીયો દ્વારા ઉચ્ચ સ્તરે ઘણી રજુઆતો કરવામાં આવી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ભારતીયોને વિઝા આપવા એક સ્પેશિયલ વિન્ડો ઓપન કરી છે.

જાેકે, આ સુવિધા ફ્રેન્કફર્ટમાં જ ખોલવામાં આવી છે. ભારતથી જે લોકો B1 (બિઝનેસ) અને B2 (ટુરિસ્ટ) વિઝા પર અમેરિકા જવા માંગે છે તેમના ઈન્ટરવ્યૂમાં ઘણો વધારો સમય લાગે છે જેના વિશે ઘણી ફરિયાદો થઈ છે. હવે ફ્રેન્કફર્ટ ખાતે યુએસ કોન્સ્યુલેટે ભારતીય અરજકર્તાઓ માટે ચોક્કસ ઈન્ટરવ્યૂ એપોઈન્ટમેન્ટ નક્કી કરી છે.

B1/B2 વિઝાના ઈન્ટરવ્યૂ માટે વેઇટિંગ ટાઈમ એટલો લાંબો છે કે લોકોના બધા પ્લાન ખોરવાઈ જાય છે. હૈદરાબાદમાં આ વિઝા માટે ઈન્ટરવ્યૂ મેળવવા ૪૪૧ દિવસોનું વેઈટિંગ ચાલે છે જ્યારે ચેન્નાઈમાં ૪૮૬ દિવસ, નવી દિલ્હીમાં ૫૨૬ દિવસ, મુંબઈમાં ૫૭૧ દિવસ અને કોલકાતામાં ઈન્ટરવ્યૂ માટે ૬૦૭ દિવસનું વેઇટિંગ ચાલે છે.

તેની તુલનામાં જર્મનીના ફ્રેન્કફર્ટથી વિઝા ઈન્ટરવ્યૂ બૂક કરવામાં આવે તો માત્ર ત્રણ દિવસમાં વારો આવી જાય છે. યુએસ વિઝાની માંગ એટલી વધારે છે કે એક વિશાળ બેકલોક પેદા થયો છે. તેના કારણે ભારતીયોને ભારત બહારથી પણ વિઝા ઈન્ટરવ્યૂ આપવાની સુવિધા આપવામા આવી છે.

ઉદાહરણ તરીકે ભારતીયો થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી પણ ઈન્ટરવ્યૂ આપી શકે છે. ગયા વર્ષે યુએસ વિઝા માટે ઈન્ટરવ્યૂનો વેઈટિંગ ટાઈમ ત્રણ વર્ષની ટોચ પર પહોંચી ગયો હતો. તેને ઘટાડવા માટે હવે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. ભારતમાં નોન-ઇમિગ્રેશન વિઝા ઈન્ટરવ્યૂ માટે એક નવું શિડ્યુલિંગ પોર્ટલ રચવામાં આવ્યું છે

અને તેમાં પણ ઘણી ફરિયાદો મળી છે. હવે આ ઈશ્યૂ શક્ય એટલી ઝડપથી ઉકેલવા માટે પ્રયાસો ચાલુ છે. યુએસ એમ્બેસી અને ભારતીય ઓથોરિટી વચ્ચેની તાજેતરની ચર્ચામાં વિઝાના વેઈટિંગનો સમય, શિડ્યુલિંગ પોર્ટલના ટેકનિકલ પ્રોબ્લેમ તથા સ્ટુડન્ટ વિઝાને લગતી સમસ્યાઓ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારત ખાતેના અમેરિકન કોન્સ્યુલેટે ૩.૩ લાખ પિટિશન બેઝ્‌ડ ટેમ્પરરી એમ્પ્લોયમેન્ટ વિઝા ઈશ્યૂ કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.