હું અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ ભારત અને પાકિસ્તાનના ઉચ્ચ સ્તર સાથે સતત સંપર્કમાં હતા

મને હવે જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકની સરકારો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા હતા
વોશિંગ્ટન, ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ૪૮ કલાકથી ચાલી રહેલો લશ્કરી તણાવ અને ભારે તોપમારો, રોકેટ અને ડ્રોન ફાયરિંગ દ્વારા સરહદ પર થઈ રહેલા હુમલાઓ અચાનક બંધ થઈ ગયા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે Âટ્વટ કર્યું છે. ટ્રમ્પના સત્તાવાર નિવેદન પછી યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની અંદરની સ્ટોરી જણાવી હતી.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કોએ કહ્યું કે હું અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ બંને ભારત અને પાકિસ્તાનના ઉચ્ચ સ્તર સાથે સતત સંપર્કમાં હતા. મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની અધિકારી શાહબાઝ શરીફ, ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકર અને પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર ઉપરાંત ભારતના દ્ગજીછ એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને અન્ય ઘણા ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે વાત કરી.
અમારા પ્રયત્નોનું ફળ મળ્યું. મને હવે જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે અને તટસ્થ સ્થળે વિવિધ મુદ્દાઓ પર વાટાઘાટો શરૂ કરવા સંમત થયા છે. શાંતિનો માર્ગ પસંદ કરવામાં પ્રધાનમંત્રી મોદી અને શરીફની શાણપણ, સમજદારી અને રાજનીતિની અમે પ્રશંસા કરીએ છીએ.
ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. હવે બંને દેશો યુદ્ધવિરામ માટે તૈયાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધવિરામ છે. આ માહિતી આપતાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે આજે બપોરે ૩.૩૫ વાગ્યે બંને દેશોના ડીજીએમઓ વચ્ચે વાતચીત થઈ હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બંને દેશો સાંજે ૫ વાગ્યાથી આજે દેશ, આકાશ, જળ અને થલ પર હુમલા તાત્કાલિક બંધ કરશે.
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે શનિવારે સાંજે ૫.૩૦ વાગ્યે સોશિયલ મીડિયા પર લખ્યું – ભારત અને પાકિસ્તાન તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થયા છે.