USA: ઉપયોગ વીનાના ગ્રીન કાર્ડ અન્યોને અપાશે
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકન રાષ્ટ્રપતિના એડવાઈઝરી કમિશને ગ્રીન કાર્ડઅંગે મહત્ત્વનો ર્નિણય લીધો છે. તે મુજબ જે ગ્રીન કાર્ડનો કોઈ ઉપયોગ નથી થતો તેને રિકેપ્ચર કરવામાં આવશે. ૧૯૯૨થી અત્યાર સુધીમાં ફેમિલી અને એમ્પ્લોયમેન્ટ કેટેગરીના લગભગ ૨.૩૦ લાખ ગ્રીન કાર્ડ એવા છે જેનો ઉપયોગ નથી થયો.
તેથી તેને રિકેપ્ચર કરાશે અને જે લોકો ગ્રીન કાર્ડમાટે રાહ જાેઈ રહ્યા છે તેમને આપવામાં આવશે. ગ્રીન કાર્ડને પર્મેનન્ટ રેસિડન્ટ કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદેશથી અમેરિકા ઈમિગ્રેશન કરીને આવતા લોકોને આ ગ્રીન કાર્ડ આપવામાં આવે છે.
તે એ વાતનો પૂરાવો છે કે ગ્રીન કાર્ડ ધારકને કાયમી રેસિડન્ટ તરીકેના અધિકારો મળશે. અમેરિકન પ્રેસિડન્ટની એડવાઈઝરી કમિટીએ ગ્રીન કાર્ડ રિકેપ્ચર કરવાનો ર્નિણય લીધો તેના કારણે ૧૯૯૨થી ૨૦૨૨ સુધીમાં વપરાયા વગરના ૨.૩૦ લાખ ગ્રીન કાર્ડને રિકેપ્ચર કરવામાં આવશે.
ત્યાર પછી આ કેટેગરીમાં દર વર્ષે જે ૧.૪૦ લાખ ગ્રીન કાર્ડ આપવામાં આવે છે તેમાંથી રિકેપ્ચર કરાયેલા ગ્રીન કાર્ડને થોડા થોડા કરીને ઉમેરવામાં આવશે. તેથી વધુ લોકોને અમેરિકાની પર્મેનન્ટ રેસિડન્સી મળવાનો ચાન્સ રહેશે. ભારતીય-અમેરિકન ઉદ્યોગ સાહસિક અજય ભુટોરિયાએ આ જાણકારી આપી હતી જેઓ રાષ્ટ્રપતિ જાે બાઈડેનના એશિયન અમેરિકન અંગેના એડવાઈઝરી કમિશનના સભ્ય છે.