USA સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, ડેલેવર યુનિવર્સિટી – ગુજરાત રાજ્યનો સહયોગ
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલની ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત કરતા અમેરિકાના ડેલેવર રાજ્યના ગવર્નર શ્રી જોહ્ન કેર્ને
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની આજે ગાંધીનગર ખાતે અમેરિકાના ડેલેવર રાજ્યના ગવર્નર શ્રી જોહ્ન કેર્ને તથા ડેલિગેશને સૌજન્ય મુલાકાત કરી હતી. USA Student Exchange Program, University of Delaware – State of Gujarat support
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતભરમાં અમલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે તેના અમલીકરણ, સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, ડેલેવર યુનિવર્સિટી – ગુજરાત રાજ્યનો સહયોગ,
સિસ્ટર સ્ટેટ તરીકે બંને રાજ્યોનું એકબીજાના વિકાસમાં પ્રદાન તેમજ ગુજરાત અને અમેરિકાના ડેલેવર રાજ્ય વચ્ચે વર્ષ 2019માં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે થયેલા વિવિધ સમજૂતી કરાર હેઠળ હાલમાં થયેલી પ્રગતિ સહિતની વિગતો ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે આ પ્રસંગે આપી હતી.
જ્યારે ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ગુજરાતમાં રોજગાર લક્ષી ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ માટે કાર્યરત વૈશ્વિક કક્ષાની સંસ્થા અને તેમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો વિશે મહાનુભાવને રાજ્ય સરકાર વતી માહિતગાર કર્યા હતા.
Giving a boost to Gujarat-Delaware ties!
Held a very productive discussion on the education sector with the delegation led by H.E. @JohncarneyDE, Governor, Delaware State, USA.
Talked about the ways to strengthen the sister state agreement between Gujarat and Delaware. pic.twitter.com/1BcWOftRaP
— Rushikesh Patel (@irushikeshpatel) February 22, 2023
આ પ્રસંગે ઉપસ્થિત વિદેશી મહાનુભવો દ્વારા, ગુજરાત અને ડેલેવર સ્ટેટ વચ્ચે શૈક્ષણિક આદાન-પ્રદાન, ભારતમાં અમલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ભારતની અધ્યક્ષતામાં G 20 અંતર્ગત યોજાઈ રહેલી વિવિધ સમિટ, ભારત અને ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વિદેશી રોકાણ જેવા વિષયો પર વિચાર- વિમર્શ કર્યો હતો.
આ મુલાકાત દરમિયાન ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ જે હૈદર ,ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિ શ્રી તેમજ અમેરિકાના ડેલેવર રાજ્યની વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના ચેરમેન, પ્રમુખ નિયામક, CEO ઉપસ્થિત રહ્યા હતા.