USA: ટેકસાસમાં ઓરી અછબડાનો રોગ ફાટી નીકળ્યો

પ્રતિકાત્મક
વાલીઓએ બાળકોના રસીકરણ માટે દોટ લગાવી
ન્યુયોર્ક, અમેરીકાના ટેકસાસ ખાતે ઓરી અછબડાના વાવડ છે. ઓરી અછબડાની રસી આપવામાં નહોતી આવી તેવા એક બાળકનું મૃત્યુ નોધાયા પછી વાલીઓ હવે તેમના બાળકોને લઈને રસી અપાવવા આરોગ્ય કેન્દ્રો તરફ મોટી સંખ્યામાં પહોચી રહયા છે. લુબબાક શહેરમાં વસી રહેલો મેલોનાઈટ ધાર્મિક સમુદાય રસીકરણથી દુર રહેનો સમુદાય છે.
રસીકરણના રાષ્ટ્રીય દરમાં પણ મોટો ઘટાડો નોધાયેલો છે. તેવામાં પશ્ચિમ ટેકસાનના લુબબોક શહેરમાં એક બાળ દર્દીનું મૃત્યુ થતાં વાલીઓમાં દોડધામ મચી ગઈ છે. વાલીઓમાં ઓરી અછબડાના રોગચાળા પછી ચિતાનું મોજું ફરી વળ્યું છે. વાલીઓ હવે સમજી ગયા છે કે ઓરીર અછબડા ખુબ ચેપી રોગ છે. અને તે ઝડપથી ફેલાવો કરી શકે છે. પોતાના બાળકો પણ તેનો ભોગ ના બને તે હેતુસર વાલીએ બાળકોને રસી અપાવવા હોસ્પિટલ પહોચવા લાગ્યા છે.
આ વર્ષે પશ્ચિમ ટેકસાસ અને નજીકના નયુ મેકિસકોમાં ઓરી અછબડાના ૧૩૦ કેસ નોધાઈ ચુકયા છે. મોટેભાગે જ બાળકળોને રસી નહોતી આપવામાં આવી તેવા બાળકો રોગચાળાનો ભોગ બની રહયા છે. ટેકસાસની હોસ્પિટલમાં ર૦ જેટલા બાળકો દાખલ છે. તેવામાં રોગચાળો વધુ વકરવાની સંભાવના જોતાં વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા રોબર્ટ ઓફ કેનેડ જુનીયર નવા આરોગ્ય પ્રધાન બન્યા છે. કેનેડી ઓરી અછબડા, મમ્સ અને રૂબેલા જેવા રોગચાળાની હાંસી ઉડાવતા રહયા છે. વર્તમાન રોગચાળાને પણ હળવાશથી લેતાં તેમણે કહયું છેકે, આ કંઈનવી વાત નથી. દર વર્ષે ઓરી અછબડાનો રોગ દેખા દેતો હોય છે.