અમેરિકાના વિઝીટર વિઝા માટે ત્રણ વર્ષનું વેઈટીંગ
અમેરિકાના વિઝા માટે લાઈન વધુ લાંબી થઈ
બી૧ (બિઝનેસ ) અથવા બી૨ (ટુરિસ્ટ ) વિઝાના અરજકર્તાઓને ઈન્ટરવ્યૂ માટે વેઇટિંગનો ગાળો મુંબઈમાં ૯૯૯ દિવસ, હૈદરાબાદમાં ૯૯૪ દિવસ, નવી દિલ્હીમાં ૯૬૧ દિવસ, ચેન્નાઈમાં ૯૪૮ દિવસ અને કોલકાતામાં ૯૦૪ દિવસ છે.
(એજન્સી)નવી દિલ્હી, તમે અમેરિકાના વિઝા મેળવવાનું વિચારતા હોવ તો તમારું કામ ઘણું મુશ્કેલ થવાનું છે. યુએસ વિઝા માટેની લાઈન સતત લાંબી થતી જાય છે અને તેના કારણે વેઈટિંગ પિરિયડ વધી ગયો છે. ખાસ કરીને બિઝનેસ કે ટુરિસ્ટ વિઝા મેળવવા હોય તો ભારતીયોએ ત્રણ વર્ષ સુધી રાહ જાેવી પડે તેમ છે.
જે લોકોએ પહેલી વખત બિઝનેસ (બી૧) અને ટુરિસ્ટ (બી૨)વિઝા માટે અરજી કરી છે તેમણે ત્રણ-ત્રણ વર્ષ વેઈટિંગમાં રહેવું પડશે. અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટે મંગળવારે જણાવ્યું હતું કે ટુરિસ્ટ વિઝા (બી૧-બી૨) ઈન્ટરવ્યૂ માટે ગ્લોબલ સરેરાશ વેઈટિંગ ટાઈમ બે મહિનાથી ઓછો છે.
અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે બી૧ અથવા બી૨ વિઝાના અરજકર્તાઓને ઈન્ટરવ્યૂ માટે વેઇટિંગનો ગાળો મુંબઈમાં ૯૯૯ દિવસ, હૈદરાબાદમાં ૯૯૪ દિવસ, નવી દિલ્હીમાં ૯૬૧ દિવસ, ચેન્નાઈમાં ૯૪૮ દિવસ અને કોલકાતામાં ૯૦૪ દિવસ છે. પહેલી વખત જેમે યુએસ વિઝા માટે અરજી કરી છે. જો કે જાન્યુઆરી 2023 સુધીમાં એશિયાનું સૌથી મોટું યુએસનું કોન્સ્યુલેટ ખુલી જશે જે 12 એકરમાં પથરાયેલું છે. જેમાં અમેરિકાના વિઝા લેવા માટે સૌથી વધુ 54 વિન્ડો તૈયાર કરવામાં આવી રહી છે.
અથવા જેઓ તેમના માટે વિઝા ડ્રોપ બોક્સ એપ્લિકેશનને પાત્ર નથી તેમના માટે ઈન્ટરવ્યૂનો સમય ઘણો વધારે છે. તેથી અત્યારે કોઈએ પહેલી વખત મ્૧ કે મ્૨ વિઝા માટે અરજી કરી હોય તો તેને ઈન્ટરવ્યૂ માટે છેક ૨૦૨૫માં બોલાવવામાં આવશે.
અમેરિકન સરકારના અધિકારીએ કહ્યું કે લોકોએ અરજી કરવાનું જારી રાખવું જાેઈએ કારણ કે એક વખત લાઈન આગળ વધવા લાગશે ત્યારે પછી વેઈટિંગનો સમયગાળો ઘટી જશે અને તમે કોઈ પણ વધારાની ફી ચૂકવ્યા વગર ઈન્ટરવ્યૂને એડવાન્સ કરી શકો છો.
અમેરિકન સરકાર માટે છે કે ૨૦૨૩માં સ્થિતિ સામાન્ય થઈ જશે અને કોવિડ અગાઉ જે રીતે વિઝાના ઈન્ટરવ્યૂ ગોઠવાઈ જતા હતા તે રીતે ઝડપથી કામ થવા લાગશે. આ માટે યુએસ ફોરેન સર્વિસમાં માણસોની સંખ્યા ડબલ કરવામાં આવી છે અને વિઝાની પ્રોસેસ ફાસ્ટ બની છે. જાેકે, પરિસ્થિતિ ક્યારે નોર્મલ થાય છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે.