Western Times News

Gujarati News

પરફ્યૂમ-ડિઓડરન્ટના ઉપયોગથી થઇ શકે છે જીવલેણ કેન્સર

નવી દિલ્હી, સામાન્ય રીતે ઓફિસ કે કોઇ ફંક્શન અટેન્ડ કરતી વખતે પરફ્યૂમ લગાવવું એક સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે. ફેશનનો એક જરૂરી ભાગ ગણાતા પરફ્યૂમથી શરીરની દુર્ગંધ દૂર કરવાની સાથે સાથે પર્સનાલિટીમાં પણ નિખાર આવે છે. પરંતુ તમે કદાચ એ નહીં જાણતા હોવ કે પરફ્યૂમના ઉપયોગથી કેન્સર સહિત અનેક બીમારીઓ થઇ શકે છે.

આ પ્રકારના કોસ્મેટિક પ્રોડક્ટ્‌સની અંદર ઘણાં કેમિકલ્સ હોય છે જેમાંથી એક છે પેરાબિન. એનસીબીઆઇ દ્વારા પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, પેરાબિન પુરૂષો અને મહિલાઓ બંને માટે જાેખમી છે અને તેના અનેક સાઇડ ઇફેક્ટ્‌સ પણ રહેલા છે. સંશોધન અનુસાર, પેરાબિન એક દૂષિત પદાર્થ છે જે સ્ટેરોઇડ હોર્મોનને નુકસાન કરી શકે છે. આ હોર્મોનમાં અસંતુલનથી પુરૂષોની રિપ્રોડક્ટિવ સિસ્ટમ અને સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જ્યારે મહિલામઓમાં પરફ્યૂમમાં મોજૂદ કેમિકલ્સની શોધમાં બ્રેસ્ટ કેન્સર અને થાઇરોઇડ કેન્સરનું પ્રમુખ કારણ સામે આવ્યું છે.

આ પ્રોડક્ટ્‌સ અપ્લાય કર્યા બાદ તે ત્વચામાં ઝડપથી દાખલ થઇ જાય છે, જેના કારણે કેમિકલ સ્કિનના પ્રોટેક્ટિવ લેયરને ડેમેજ કરે છે, જેના કારણે સ્કિન એલર્જી થઇ શકે છે. વળી, પરફ્યૂમની ગંધ તીવ્ર હોવાના કારણે તેને અપ્લાય કર્યા બાદ તેના કણો હવામાં રહી જાય છે. જેનાથી ખતરનાક કેમિકલ ફેફસામાં દાખલ થાય છે. જેના કારણે ઇન્ફ્લેમેશન, ઉપરાંત કેટલાંક કેસમાં અસ્થમા, સીઓપીડી, શ્વાસને લગતી બીમારી વગેરે થઇ શકે છે. જાે તમને વારંવાર ચક્કર આવવા, માથાનો દુઃખાવો વગેરે પરેશાની થાય છે તો તેનું એક કારણ પરફ્યૂમ હોઇ શકે છે.

કારણ કે પેરાબિન ન્યૂરોપથીની બીમારી પેદા કરી શકે છે, જેના કારણે શરીરની નસો ડેમેજ થઇ જાય છે. બચાવ માટે જાે તમારી પાસે પરફ્યૂમ અથવા ડિઓડરન્ટ છે, તો તેનું લેબલ ચેક કરી લો. જાે તેના પર પેરાબિન લખેલું હોય તો તેનો ઉપયોગ બંધ કરી દો. કોઇ પણ કોસ્મેટિક પ્રોડક્ટ્‌સ ખરીદતા અગાઉ તે પેરાબિન ફ્રી છે કે નહીં તેની ચકાસણી કરી લો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.