કિડનીનો કચરો દૂર કરવા કરો આ ડિટોક્સ વોટરનો ઉપયોગ
કિડની એ વ્યક્તિના શરીરનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે, જે ઘણાં જરૂરી કાર્યાેને પૂર્ણ કરવામાં મદદ કરે છે. કિડની રોજે રોજ શરીરનો વધારાનો ક્ચરો અને વધારાનું પાણી દૂર કરે છે, ઝેરને બહાર કાઢે છે, ઈલેક્ટ્રોલાઈટ્સને સંતુલિત કરે છે. હોર્માેન્સ ઉત્પન્ન કરે છે અને શારીરિક પ્રક્રિયાઓની કામગીરી જાળવી રાખે છે.
સામાન્ય રીતે કિડનીને સ્વસ્થ રાખવા માટે સંતુલિત અને સ્વસ્થ આહાર અને સારી રીતે હાઈડ્રેટ રહેવું પૂરતું છે. કિડનીની સારી કામગીરી માટે પૂરતું પાણી પીવું જરૂરી છે. તે કિડનીને થતા નુકસાનને ડિટોક્સિફાઈ નથી કરતું, પરંતુ આ માટે તમારે કેટલાક ડિટોક્સ ડ્રિંક્સનું પણ સેવન કરવું જાેઈએ. જે તમારી કિડનીને ડિટોક્સ કરવામાં મદદ કરશે.
કોથમીર ડિટોક્સ વોટર
મોટાભાગે આપણે કોથમીરનો ઉપયોગ ભોજનમાં કરીએ છીએ, પણ તે કિડનીને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. આ માટે તમે સૌ પ્રથમ થોડી કોથમીર લો અને તેને સરખી રીતે ધોઈ લો. તેને સમારીને એક વાસણમાં સ્વચ્છ પાણી નાંખી દસ મિનિટ ઉકાળો અને ઠંડુ થવા દો. તેને ગાળી સ્વચ્છ બોટલમાં ભરીને ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખો. દરરોજ એક ગ્લાસ પીવો. બે દિવસમાં તમને તમારામાં શરીરમાં પરિવર્તન દેખાશે.
એપલ સાઈડર વિનેગર
એપલ સાઈડર વિનેગરમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ અને સાઈટ્રિક એસિડ કિડનીની પથરીને ઓગાળીને ઝેરી તત્ત્વ દૂર કરે છે. તેની મદદથી તમે ડિટોક્સ ડ્રિંક તૈયાર કરી શકો છો. આ માટે, તમે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી એપલ સાઈડર વિનેગર ઉમેરો. તમે દરરોજ આ ડિટોક્સ ડ્રિંક્સનું સેવન કરી શકો છો.
દાડમનું ડિટોક્સ ડ્રિંક્સ
દાડમ પોટેશિયમથી ભરપૂર છે અને તેથી તે કિડનીની પથરીને દૂર કરવામાં અસરકારક છે પોટેશિયમ પેશાબની એસિડિટી ઘટાડે છે અને પથરી થતી અટકાવે છે. ઉપરાંત, તેનાં સેવનથી કિડનીમાંથી ઝેર અને ક્ચરો બહાર કાઢવામાં મદદ મળે છે. તેના માટે નિયમિત રીતે તાજાં દાડમનો રસ કાઢો અને તેનું સેવન કરો.
ક્રેનબેરીનું ડિટોક્સ ડ્રિંક
ક્રેનબેરીનો જ્યૂસ યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (યુટીઆઈ) માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. વધુ પડતાં કેશિયમ ઓક્સાલેટની કિડનીને સાફ કરવા માટે ક્રેનબેરીનો જ્યૂસ પણ ઉપયોગી છે. તમે તમારી કિડનીને ડિટોક્સ કરવા માટે ક્રેનબેરીની મદદથી ઘરે જ તાજાે જ્યૂસ કાઢી અને તેનું સેવન કરી શકો છો.