ગર્લફ્રેન્ડ જાસ્મીનને ‘છપરી’ ગણાવતા અલી ગોની પર ભડક્યાં યુઝર્સ

મુંબઈ, અલી ગોની અને જાસ્મીન ભસીન ટેલિવિઝનના સૌથી પોપ્યુલર કપલ્સમાંથી એક છે. બંનેની દોસ્તી, મસ્તી અને પ્રેમને ચાહકો ખૂબ પસંદ કરે છે. જોકે, ક્યારેક-ક્યારેક તેમણે ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે.
હવે તાજેતરમાં અલી ગોનીની નવી પોસ્ટ સાથે પણ આવું જ થયું છે. તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એર પોલ શેર કરી, જેમાં ગર્લફ્રેન્ડ જાસ્મીન ભસીનની જૂની તસવીર લાગી છે. થ્રોબેક ફોટોમાં જાસ્મીન ભસીનને જોઈ શકાય છે. તેણે વ્હાઈટ ક્રોપ ટોપ અને બ્લૂ ડેનિમ પહેર્યું છે. તેમાં લખ્યું છે કે, શું જાસ્મીન છપરી છે? આ સાથે જ હા અને ના નો ઓપ્શન આપવામાં આવ્યો છે.
અલીની આ પોસ્ટથી ચાહકો ભડકી ઉઠ્યા છે. યૂઝર્સનું કહેવું છે કે, પોતાની ગર્લફેન્ડનું આવી રીતે સોશિયલ મીડિયા પર અપમાન કરવું ખોટું છે. આ પોસ્ટ વાયરલ થઈ ગઈ છે. આ પોસ્ટ પર એક યૂઝરે કોમેન્ટ કરી કે, ‘પોતાની ગર્લફ્રેન્ડ માટે આવી પોસ્ટ કોણ કરે ભાઈ?’ બીજા એક યૂઝરે લખ્યું કે, ‘ભાઈ આ ખરેખર રેડ ફ્લેગ વ્યક્તિ છે.’
અન્ય એક યુઝરે લખ્યું, ‘અજીબ કપલ છે આ તો.’ કેટલાક યુઝર જાસ્મીન પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, જાસ્મીનને આનાથી કોઈ વાંધો નથી.’
બીજા એક યુઝરે લખ્યું કે, જાસ્મીને પણ આવી જ પોસ્ટ પોતાની સ્ટોરી પર શેર કરી છે. બની શકે કે આ તેમનો ઈનસાઈડ જોક હોય. જાસ્મીન ભસીને અલી ગોનીનો સ્કેચ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કર્યાે છે. આ સાથે જ તેણે લખ્યું કે, શું અલી ગોની છપરી છે? હા કે ના? હવે યુઝર બંનેની જોડીને અજીબ ગણાવી રહ્યા છે.
જાસ્મીન અને અલીનું રિલેશન વર્ષ ૨૦૨૦માં બિગ બોસના ઘરમાં શરૂ થયું હતું. પહેલા બંને બેસ્ટ ફ્રેન્ડ હતા. હવે બંનેએ સાથે રહેવાનું શરૂ કરી દીધું છે.SS1MS