માધુરી દીક્ષિતની હદ કરતા વધારે સુંદરતા પર યુઝર્સ ભડક્યા

યુઝર્સે પૂછ્યું સર્જરી કરાવી છે કે શું?
માધુરી ઝલક દિખલા જા ૧૦માં જજની ખુરશી સંભાળી રહી છે, ફોટોગ્રાફર્સે માધુરીને શોના સેટ પર સપોટ કરી
મુંબઈ,અભિનેત્રી માધુરી દીક્ષિત હંમેશાં ચર્ચામાં રહે છે. તે અત્યારે ફિલ્મોથી દૂર છે, પરંતુ ટીવી શોમાં પોતાની હાજરી આપતી હોય છે. તે એક પછી એક શોમાં જજ તરીકે ભાગ લેતી જાેવા મળી રહી છે. અત્યારે માધુરી ‘ઝલક દિખલા જા ૧૦’ માં જજની ખુરશી સંભાળી રહી છે.
તાજેતરમાં ફોટોગ્રાફર્સે માધુરી દીક્ષિતને શોના સેટ પર સપોટ કરી હતી. આ દરમિયાન તે લાલ કલરની સાડીમાં સુંદર દેખાતી હતી. પરંતુ લોકો તેની હદથી વધારે સુંદરતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. વીડિયો જાેઈ નેટિઝન્સ પૂછી રહ્યા છે કે શું માધુરીએ ચહેરા પર સર્જરી કરાવી છે?
રિયાલિટી ડાન્સ શો ઝલક દિખલા જા પાંચ વર્ષ પછી પરત ફરી રહ્યો છે. તેમાં જજની જવાબદારી માધુરી દીક્ષિતના ખભા પર છે. તાજેતરમાં સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે.
તેમાં માધુરી પોલકા ડૉટ પ્રિન્ટની લાલ કલરની સાડી પહેરેલી જાેવા મળી રહી છે. તેણે સિલ્વર કલરનો બ્લાઉઝ પહેર્યો છે. નેટિઝન્સ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે શું માધુરી દીક્ષિત બોટોક્સ કરાવ્યું છે? એક યુઝરે લખ્યું ‘ટૂ મચ બોટોક્સ’. એક અન્ય યુઝરે લખ્યું, તેને પોતાના ચહેરા પર બોટોક્સથી શું કરાવી લીધું છે?
એક યુઝરે કમેન્ટ કરી, ચહેરો ઘણો બદલાયેલો જાેવા મળી રહ્યો છે. જાે કે, કેટલાક યુઝર્સ માધુરી દીક્ષિતના વખાન પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ઈન્ડિયાની ધડકન’. એક અન્ય યુઝરે કહ્યું- આ સર્જરી નથી, આ મેકઅરની ઈફેક્ટ છે.
આ પહેલા પણ યુઝર્સ લિપ સર્જરીને લઈને એક્ટ્રેસને સવાલ કરી ચૂક્યા છે. ગયા મહિને ઝલક દિખલા જા ૧૦નો પ્રોમો શૂટ કરવામાં આવ્યો ત્યારે તે ફોટોગ્રાફર્સની સામે આવી હતી ત્યારે પણ યુઝર્સે આવી કમેન્ટ્સ કરી હતી.