Gujarat News : તાંબા, પીત્તળના વાસણોની ચોરી કરતાં ૩ ઇસમો ઝડપાયા

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ એલસીબી પોલીસે ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ પંચાલ હોસ્પિટલ પાસે ખાનગી બાતમી ના આધારે ત્રણ ઈસોમોને ચોરીના વાસણો સાથે ઝડપી પાડ્યા.
પંચમહાલ જિલ્લા પોલીસ ઉચ્ચ અધિકારીઓ એ મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલી હતી. તે સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચના આપી હતી.
જે દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે સુનીલ ઉર્ફે સુંગા રાજુભાઇ દંતાણી, રાકેશ ભરતભાઇ દંતાણી અને રવી નારણભાઇ દંતાણી તમામ રહે ગોધરાના ચોરી કરેલ વસ્તુઓ કોથળાઓમાં ભરી અને વેચાણ માટે નીકળેલ છે. તે બાતમીના આધારે અંકલેશ્વર મહાદેવ રોડ ખાતે જુની પંચાલ હોસ્પીટલના રસ્તા પાસે ખાનગી વોચ રાખી તપાસ કરી
ત્રણ ઇસમોને તેઓની પાસેના કોથળામાં ભરેલ કુલ કિ.રૂા ૨૯,૭૫૦ના તાંબા, પીત્તળ, જસતની ધાતુના વાસણો તથા એન્ટીક મુર્તીઓ સાથે પકડી પાડેલા હતા. તમામ ચીજ વસ્તુઓ પકડાયેલા આરોપીઓ તેમજ અર્જુન ઉર્ફે તન્ન પ્રકાશ દંતાણીએ ભેગા મળી અમુલ પાર્લરવાળી ગલીમાં કૃષ્ણનગર સોસાયટી
દાહોદ રોડના મકાનને મારેલા દરવાજાનું તાળુ તેમજ ઇન્ટરલોક તોડી તે ઘરમાં પ્રવેશી તમામ ચીજ વસ્તુઓની ચોરી કરી હોવાની કબુલાત કરેલી છે. જે અંગેનો ગુનો ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો.