UTI ફ્લેક્સિ કેપ ફંડ – બિઝનેસ સસ્ટેઇનેબિટી પર ભાર મૂકતો ફ્લેક્સિ-કેપ પોર્ટફોલિયો
સફળતાપૂર્વક રોકાણ કરવાની દિશામાં પ્રથમ પગલું છે – નાણાકીય લક્ષ્યાંકોનું વાસ્તવિક નિર્ધારણ. તમારો લક્ષ્યાંકો પાર પાડવામાં રોકાણનાં ઉચિત માધ્યમોની ઓળખ એટલું જ મહત્ત્વ ધરાવે છે. મ્યુચ્યુઅલ ફંડો તમારાં લાંબા ગાળાનાં કે ટૂંકા ગાળાનાં રોકાણનાં લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે ઉચિત માધ્યમો બની શકે છે,
પણ વ્યક્તિની યોજનાની સફળતા પસંદ કરેલા મ્યુચ્યુઅલ ફંડ/ફંડોનાં પ્રકાર પર નિર્ભર છે. UTI ફ્લેક્સિ કેપ ફંડ ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે, જે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ સ્ટોકમાં રોકાણ કરે છે, રૂ. 17,000 કરોડનું ફંડ અને 13 લાખથી વધારે રોકાણકારોનો વિશ્વાસ ધરાવતું હતું (30 એપ્રિલ, 2021 સુધી). UTI મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળાના કોઈ પણ રોકાણકારો માટે ઉચિત છે.
UTI ફ્લેક્સિ કેપ ફંડનાં રોકાણની ફિલોસોફીનો આધાર મુખ્યત્વે ત્રણ પરિબળો છે – ગુણવત્તા, વૃદ્ધિ અને મૂલ્યાંકન. પોર્ટફોલિયોની સ્ટ્રેટેજી ઉચ્ચ ગુણવત્તાયુક્ત વ્યવસાયો પર કેન્દ્રિત કરવાની છે, જે લાંબા ગાળે ઊંચી વૃદ્ધિની ક્ષમતા ધરાવે છે અને એનું મેનેજમેન્ટ અનુભવી મેનેજરો કરે છે.
“ગુણવત્તા”નો સંબંધ લાંબા ગાળે રોકાણ થયેલી મૂડી પર ઊંચું વળતર (RoCE) કે ઇક્વિટી પર વળતર (RoE) જાળવવા વ્યવસાયની ક્ષમતા સાથે છે. ખરાં અર્થમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત વ્યવસાય એ છે, જે સંબંધિત ઉદ્યોગ કે ક્ષેત્ર માટે મુશ્કેલ સ્થિતિસંજોગોમાં પણ વધારે RoCE અને RoE આપવા સક્ષમ છે
અને આ જ કારણસર હંમેશા એમના મૂડીગત ખર્ચ કરતાં મૂલ્યનું સર્જન કરે છે. ઊંચો RoCE/RoE ધરાવતો કોઈ વ્યવસાય ઊંચો રોકડપ્રવાહ પેદા કરવા સક્ષમ બનશે અને આ રોકડપ્રવાહ આર્થિક મૂલ્ય સર્જનનો સ્ત્રોત બનશે.
બીજી તરફ “વૃદ્ધિ”નો સંબંધ વ્યવસાયની લાંબા ગાળે સતત વૃદ્ધિ સાથે છે. ફંડ એવા વ્યવસાયોમાં રોકાણ કરવા પર ભાર મૂકે છે, જે સ્થિર તથા ચક્રીય અને અનપેક્ષિત વૃદ્ધિને બદલે સ્થિર અને અપેક્ષિત વૃદ્ધિ ધરાવે છે. ચક્રીય વૃદ્ધિ કે મંદી અતિ વધારે અને અનપેક્ષિત હોઈ શકે છે તથા રોકાણકારોને સ્થિર વૃદ્ધિથી વિપરીત તેજી કે મંદી સાથે ચકિત કરી શકે છે,
જ્યારે સ્થિર વૃદ્ધિમાં લાંબા ગાળાનાં પરિબળો વધારે સારી રીતે સુનિશ્ચિત હોય છે એટલે પરિણામ કે વળતર પણ લગભગ સુનિશ્ચિત હોય છે. જ્યારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત વ્યવસાયો આર્થિક મૂલ્યનું સર્જન કરે છે, ત્યારે ઊંચી વૃદ્ધિ ધરાવતો વ્યવસાય આ આર્થિક મૂલ્યને ચક્રીય કરવા સક્ષમ હોય છે. આ કારણે ફંડ રોકાણ કરવા માટે ગુણવત્તા અને વૃદ્ધિ એમ બંને ધરાવતી કંપનીઓનાં શેર પસંદ કરે છે.
ફંડનાં રોકાણની ફિલોસોફીનો છેલ્લો આધાર “મૂલ્યાંકનો” છે. મૂલ્યાંકનો શ્રેષ્ઠ વ્યવસાયોમાં રોકાણ કરવાની શરૂઆત તરીકે અતિ મહત્ત્વપૂર્ણ છે અને એટલે વ્યક્તિએ શેરની પસંદગી કરતાં અગાઉ કાળજીપૂર્વક આનો અભ્યાસ કરવો જોઈએ.
પ્રાઇસ ટૂ અર્નિંગ (પી/ઇ) મલ્ટિપલ વ્યવસાયનાં મૂલ્યાંકનો સમજવા માટે સારી શરૂઆત હોવા છતાં એને લઈને વ્યાપક ગેરધારણા બનાવવામાં આવે છે અને વેલ્યુએશન પદ્ધતિમાં દુરુપયોગ થાય છે. ક્યારેક ઊંચો RoCE અને ઊંચી વૃદ્ધિ ધરાવતો વ્યવસાય ઊંચો P/E ધરાવવાને પાત્ર હશે અને લાંબા ગાળાનાં રોકાણકારો માટે આકર્ષક હશે.
લાંબા ગાળાનાં રોકાણકારો આગામી થોડાં મહિના કે ત્રિમાસિક ગાળાઓમાં શેર કેવી કામગીરી કરશે એનાં બદલે વ્યવસાયનાં ફંડામેન્ટલ પર રોકાણ કરે છે. એટલે P/Esને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લેતાં અગાઉ વ્યક્તિએ દરેક વ્યવસાયનાં વિવિધ ફંડામેન્ટલનો અભ્યાસ કરવો પડશે અને પછી જ તેઓ દરેકનાં વાજબી મૂલ્યાંકનો પર આવી શકશે.
ફંડ બજાર મૂડીકરણનાં તમામ તબક્કાઓમાં રોકાણની “ગ્રોથ” સ્ટાઇલને અનુસરવાનો પ્રયાસ કરે છે. સ્કીમનું ટોપ 10 હોલ્ડિંગ્સ બજાજ ફાઇનાન્સ લિમિટેડ, HDFC બેંક લિમિટેડ, એલ એન્ડ ટી ઇન્ફોટેક લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ, HDFC લિમિટેડ, ઇન્ફોસિસ લિમિટેડ, એસ્ટ્રલ પોલી ટેકનિકલ, ઇન્ફો-એજ (ઇન્ડિયા) લિમિટેડ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ,અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડમાં ધરાવે છે, જેમાં 30 એપ્રિલ, 2021 સુધી પોર્ટફોલિયોનું આશરે 40 ટકા ભંડોળ હતું.
UTI ફ્લેક્સિ ફંડ એવા ઇક્વિટી રોકાણકારો માટે ઉચિત છે, જેઓ તેમનો “મુખ્ય” ઇક્વિટી પોર્ટફોલિયો બનાવવા અને ગુણવત્તાયુક્ત વ્યવસાયમાં રોકાણ કરીને લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ કરીને આર્થિક મૂલ્ય પેદા કરવા આતુર છે. ટૂંકમાં જોખમ ખેડવાની મધ્યમ ક્ષમતા ધરાવતાં અને લાંબા ગાળાનાં નાણાકીય લક્ષ્યાંક પૂર્ણ કરવા ઓછામાં ઓછા 5થી 7 વર્ષ રોકાણ કરવા આતુર રોકાણકારે આ ફંડનો વિચાર કરવો જોઈએ.