યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે બે નવા ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યા
યુટીઆઈ નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ઇન્ડેક્સ ફંડ અને યુટીઆઈ નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ ફંડ
યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે બે નવા ઇન્ડેક્સ ફંડ્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છેઃ યુટીઆઈ નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ઇન્ડેક્સ ફંડ અને યુટીઆઈ નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ ફંડ. આ પેસિવ ફંડ્સ વૈવિધ્યપૂર્ણ અને શિસ્તપદ્ધ રીતે પોર્ટફોલિયો બનાવવામાં રોકાણની અનોખી તક પૂરી પાડે છે. UTI Mutual Fund Launches 2 New Index Funds: UTI Nifty Alpha Low-Volatility 30 Index Fund and UTI Nifty Midcap 150 Index Fund.
એક્ટિવલી મેનેજ્ડ ફંડ્સની સરખામણીમાં તે ઇન્ડેક્સ ફંડ મેનેજમેન્ટમાં યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના વ્યાપક અનુભવનો લાભ લઈને ઓછા ખર્ચે વિકલ્પો પૂરા પાડે છે. એનએફઓ 11 નવેમ્બર, 2024ના રોજ શરૂ થયો છે અને 25મી નવેમ્બર, 2024ના રોજ પૂરો થશે.
યુટીઆઈ નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ઇન્ડેક્સ ફંડ
યુટીઆઈ નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ઇન્ડેક્સ ફંડ એ યુટીઆઈની નવી મલ્ટી-ફેક્ટર ઓફરિંગ અને તેના ઇન્ડેક્સ ફંડ ઓફરિંગ્સમાં નવીનતમ ઉમેરો છે. આ ઓપન-એન્ડેડ સ્કીમ નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ઇન્ડેક્સને અનુસરે છે જે નિફ્ટી 100 (100 લાર્જ કેપ કંપનીઓ) અને નિફ્ટી મીડકેપ 50 (50 મીડકેપ કંપનીઓ)માં રહેલી 30 કંપનીઓના પોર્ટફોલિયોનું એક્સપોઝર આપે છે જે 50 ટકા આલ્ફા સ્કોર અને 50 ટકા લૉ વોલેટિલિટી સ્કોર જેવા કમ્પોઝિટ સ્કોર પર પસંદ કરાયેલી છે. આ કોમ્બિનેશન રોકાણકારોને ઓછી અસ્થિરતા સાથે બજારની તમામ સ્થિતિમાં એકંદરે વધુ સારા રિસ્ક એડજસ્ટેડ વળતર પૂરા પાડે છે.
વિશિષ્ટ ફીચર્સઃ
- એનએફઓનો સમયગાળોઃ 11 નવેમ્બર, 2024થી 25 નવેમ્બર, 2024
- ફંડ મેનેજરઃ શ્રી શ્રવણ કુમાર ગોયલ, હેડ-પેસિવ, આર્બિટ્રેજ અને ક્વોન્ટ સ્ટ્રેટેજીસ, યુટીઆઈ એએમસી
- બેન્ચમાર્કઃ નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ટીઆરઆઈ
- લઘુતમ રોકાણઃ પ્રારંભિક લઘુતમ રોકાણ રૂ. 1,000 છે અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરી શકાશે
- પ્લાન અને વિકલ્પોઃ રેગ્યુલર પ્લાન અને ડાયરેક્ટ પ્લાન – માત્ર ગ્રોથ ઓપ્શન જ આપે છે
- લોડ સ્ટ્રક્ચરઃ કોઈ એન્ટ્રી લોડ નહીં, એક્ઝિટ લોડ પણ શૂન્ય છે
યુટીઆઈ નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ ફંડ
યુટીઆઈ નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ ફંડ વ્યાખ્યાયિત અને શિસ્તબદ્ધ રીતે એનએસઈ પર લિસ્ટેડ મીડકેપ કંપનીઓના સમગ્ર યુનિવર્સનું એક્સપોઝર આપે છે. આ મીડકેપ સેગમેન્ટ તેની સંતુલિત વિકાસ સંભાવનાઓ અને વિસ્તરતા બજાર ક્ષેત્રોમાં આગળ વધવાની ક્ષમતાના લીધે લાર્જ કેપ અને સ્મોલ કેપની સરખામણીએ લાંબા ગાળે વધુ સારા વળતરની સંભાવના ધરાવે છે.
વિશિષ્ટ ફીચર્સઃ
- એનએફઓ સમયગાળોઃ 11 નવેમ્બર, 2024થી 25 નવેમ્બર, 2024
- ફંડ મેનેજરઃ શ્રી શ્રવણ કુમાર ગોયલ, હેડ-પેસિવ, આર્બિટ્રેજ અને ક્વોન્ટ સ્ટ્રેટેજીસ, યુટીઆઈ એએમસી
- બેન્ચમાર્કઃ નિફ્ટી મીડકેપ 150 ટીઆરઆઈ
- લઘુતમ રોકાણઃ પ્રારંભિક લઘુતમ રોકાણ રૂ. 1,000 છે અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરી શકાશે
- પ્લાન અને વિકલ્પોઃ રેગ્યુલર પ્લાન અને ડાયરેક્ટ પ્લાન, બંને માત્ર ગ્રોથ ઓપ્શન જ આપે છે
- લોડ સ્ટ્રક્ચરઃ સેબી નિયમનો મુજબ કોઈ એન્ટ્રી લોડ નહીં, એક્ઝિટ લોડ પણ શૂન્ય છે
બંને ફંડ્સના લોન્ચ અંગે યુટીઆઈ એએમસીના પેસિવ, આર્બિટ્રેજ અને ક્વોન્ટ સ્ટ્રેટેજીસના હેડ શ્રી શ્રવણ કુમારે જણાવ્યું હતું કે “યુટીઆઈ નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ઇન્ડેક્સ ફંડ અને યુટીઆઈ નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ ફંડનું લોન્ચિંગ અદ્વિતીય અને મજબૂત રોકાણ સાધનો સાથે રોકાણકારોને મજબૂત બનાવવાના યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના મિશનમાં વધુ એક મહત્વનું પગલું દર્શાવે છે.
યુટીઆઈ નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ઇન્ડેક્સ ફંડ રોકાણકારોને આલ્ફા તથા લૉ વોલેટિલિટી સ્કોર બંનેના મિશ્રણના આધારે પસંદ કરાયેલી 30 કંપનીઓના વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં રોકાણની તક પૂરી પાડે છે. આ બે પરિબળો એકબીજાને પૂરક બનાવે છે અને એટલે જ વિવિધ આર્થિક અને ઇક્વિટી બજાર ચક્રો દરમિયાન ડાયવર્સિફિકેશનના લાભો પૂરા પાડે છે. આ ફંડને એક જ ફંડમાં વૃદ્ધિની તકો અને સ્થિરતા બંને ઇચ્છતા રોકાણકારો માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકે ગણી શકાય.
બીજી તરફ યુટીઆઈ નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ ફંડ રોકાણકારોને ચોક્કસ અને કેન્દ્રિત રીતે સમગ્ર મીડકેપ સેક્ટરમાં એક્પોઝરની તક પૂરી પાડે છે. આ બંને સ્કીમોનો રોકાણ ઉદ્દેશ એવા વળતર પૂરા પાડવાનો છે જે ખર્ચ પૂર્વે જે-તે ઇન્ડેક્સ દ્વારા રજૂ થતી સિક્યોરિટીઝના કુલ વળતરના જેટલું વળતર આપે અને ટ્રેકિંગ એરરને ઓછી રાખે. આ ઓફરિંગ ઇનોવેટિવ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પૂરા પાડવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે અને રોકાણકારોને તેમના નાણાંકીય લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદ કરે છે.”
પ્રોડક્ટ લેબલ્સ યુટીઆઈ નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ઇન્ડેક્સ ફંડ
(ઓપન એન્ડેડ સ્કીમ જે નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ટીઆરઆઈને અનુસરે છે અથવા ટ્રેક કરે છે)
બેન્ચમાર્કઃ નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ટીઆરઆઈ
આ પ્રોડક્ટ એવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓઃ*
- ટ્રેકિંગ ભૂલોને આધીન રહીને લાંબા ગાળે નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ઇન્ડેક્સના પર્ફોર્મન્સના જેટલું વળતર ઇચ્છતા હોય
- નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ઇન્ડેક્સ દ્વારા આવરી લેવાતી સિક્યોરિટીઝમાં રોકાણ કરવા માંગતા હોય
યુટીઆઈ નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ ફંડ
(ઓપન એન્ડેડ સ્કીમ જે નિફ્ટી મીડકેપ 150 ટીઆરઆઈને અનુસરે છે અથવા ટ્રેક કરે છે)
બેન્ચમાર્કઃ નિફ્ટી આલ્ફા લૉ-વોલેટિલિટી 30 ટીઆરઆઈ#
આ પ્રોડક્ટ એવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓઃ*
- ટ્રેકિંગ ભૂલોને આધીન રહીને લાંબા ગાળે નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સના પર્ફોર્મન્સના જેટલું વળતર ઇચ્છતા હોય
- નિફ્ટી મીડકેપ 150 ઇન્ડેક્સ દ્વારા આવરી લેવાતી સિક્યોરિટીઝમાં રોકાણ કરવા માંગતા હોય
*રોકાણકારોને આ પ્રોડક્ટ તેમના માટે યોગ્ય છે કે નહીં તેની શંકા હોય તો તેમના નાણાંકીય સલાહકાર સાથે ચર્ચા કરવી જોઈએ. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) દરમિયાન આપવામાં આવેલા પ્રોડક્ટ લેબલિંગ સ્કીમના લક્ષણો અથવા મોડલ પોર્ટફોલિયોના આંતરિક આકલનના આધારે છે અને એનએફઓ પછી જ્યારે વાસ્તવિક રોકાણ કરવામાં આવે તેમાં ફેરફાર થઈ શકે છે.