UTI મ્યુચ્યુઅલ ફંડે યુટીઆઈ ક્વોન્ટ ફંડ લોન્ચ કર્યું
મુંબઈ, યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે (યુટીઆઈ) યુટીઆઈ ક્વોન્ટ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. યુટીઆઈની વ્યાપક રોકાણ સંશોધન નિપુણતા અને રોકાણ પ્રક્રિયા સાથે અનુમાનિત મોડલિંગને જોડતું આ એક્ટિવ ઇક્વિટી ફંડ છે. આ ફંડનો ઉદ્દેશ બજાર સ્થિતિને ડાયનેમિકલી અપનાવીને અને અસ્થિરતાને મેનેજ કરીને વ્યાપક ઇન્ડેક્સ પર સતત આલ્ફા જનરેટ કરવાનો છે. એનએફઓ 2 જાન્યુઆરી, 2025ના રોજ શરૂ થાય છે અને 16 જાન્યુઆરી 2025ના રોજ બંધ થાય છે. UTI Mutual Fund Launches UTI Quant Fund.
યુટીઆઈ ક્વોન્ટ ફંડ એ સોફિસ્ટિકેટેડ ક્વોન્ટિટેટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અનુસરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. આ ફંડ બેન્ચમાર્ક પર આલ્ફા જનરેટ કરવાના લક્ષ્યાંક સાથે મોમેન્ટમ, ક્વોલિટી, લૉ વોલિટાલિટી અને વેલ્યુ એમ ચાર મહત્વના પરિબળો પર ડાયનેમિકલી વેઇટ આપીને ફેક્ટર અલોકેશન મોડલ લાગુ કરે છે.
આ ફેક્ટર મોડલથી વ્યાપક બજારમાં મોટાભાગે જોવા મળતી અસ્થિરતાને મેનેજ કરવામાં મદદ મળે છે જેનો ઉદ્દેશ વધુ સારા રિસ્ક એડજસ્ટેડ રિટર્ન્સ મેળવવાનો છે. વિવિધ માર્કેટ સાયકલ્સમાં તેની ફ્લેક્સિબિલિટીથી બજાર સ્થિતિઓ પર આધારિત પરિબળોમાં એક્સપોઝર એડજસ્ટ કરવાની ક્ષમતા મળે છે અને એડેપ્ટિબિલિટીનું એક લેયર ઉમેરાય છે જે તમામ પ્રકારની બજાર સ્થિતિઓમાં આગળ વધવા માટે તેને મજબૂત ટૂલ બનાવે છે. ફંડમાં બેક ટેસ્ટેડ પર્ફોર્મન્સમાં રજૂ થયેલું રિસ્ક અને રિટર્નનું બેલેન્સ તેને વિવિધ પ્રકારની બજાર સ્થિતિઓમાં વધુ સારા વળતર મેળવવા ઇચ્છતા લોકો માટે આકર્ષક વિકલ્પ બનાવે છે.*
*રોકાણકારોને તેમના નાણાંકીય સલાહકાર સાથે ચર્ચા કરવાની સલાહ આપવામાં આવે છે.
યુટીઆઈ એએમસીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર શ્રી વેત્રી સુબ્રમણ્યમે આ ફંડના લોન્ચ અંગે જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ રોકાણકારોને બજારની જટિલતાઓમાં આગળ વધવા અને વધુ માહિતગાર રોકાણ નિર્ણયો લેવા માટે સિસ્ટમેટિક અને સંશોધન આધારિત ઉપાયો પૂરા પાડવાનું છે. આ ફંડ અમારા પ્રોપરાઇટરી ફેક્ટર એલોકેશન મોડલ સાથે અમારી ઇન્વેસ્ટમેન્ટ પ્રોસેસ સ્કોર આલ્ફાને જોડીને ઇન્ટિગ્રેટેડ ઇન્વેસ્ટિંગ અપ્રોચનો ઉપયોગ કરે છે. યુટીઆઈ મલ્ટી એસેટ એલોકેશન ફંડે એપ્રિલ 2022થી તેના ઇક્વિટી પોર્ટફોલિયોના મેનેજમેન્ટ માટે આ પ્રક્રિયા અપનાવી છે અને અમે ઇક્વિટી ફંડમાં આ નિપુણતા અને અભિગમ ઓફર કરતા આનંદ અનુભવીએ છીએ.
યુટીઆઈ એએમસીના હેડ-પેસિવ, આર્બિટ્રેજ અને ક્વોન્ટ સ્ટ્રેટેજીસ શ્રી શરવન કુમાર ગોયલે ઉમેર્યું હતું કે યુટીઆઈ ક્વોન્ટ ફંડ એ પુરાવા આધારિત વ્યૂહરચનાઓ સાથે રોકાણકારોને સશક્ત બનાવવા માટે રચાયેલ છે જે પરંપરાગત રોકાણ અભિગમો પ્રદાન ન કરી શકે તેવી સુગમતા અને અનુકૂલનક્ષમતા પ્રદાન કરે છે. ડાયનેમિક ફંડ એલોકેશન મોડલનો લાભ લઈને ફંડ જોખમોનું કાળજીપૂર્વક સંચાલન કરતી વખતે તકો ઝડપે છે. અમે આશા રાખીએ છીએ કે જોખમ અને વળતરનું આ સંતુલન વિવિધ બજાર પરિસ્થિતિઓમાં સંભવિત વળતર મેળવવા માંગતા લોકો માટે ફંડને આકર્ષક વિકલ્પ બનાવશે.”
ફંડની ખાસિયતોઃ
એનએફઓ સમયગાળોઃ 2 જાન્યુઆરી, 2025થી 16 જાન્યુઆરી, 2025
ફંડ મેનેજર્સઃ શ્રી શરવન કુમાર યોગલ, હેડ – પેસિવ, આર્બિટ્રેજ અને ક્વોન્ટ સ્ટ્રેટેજીસ, યુટીઆઈ એએમસી
રોકાણના હેતુઓઃ આ સ્કીમ ક્વોન્ટિટેટિવ ઇન્વેસ્ટમેન્ટ થીમને અનુસરીને ઇક્વિટી તથા ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરીને લાંબા ગાળે મૂડી વૃદ્ધિ મેળવવાનો પ્રયાસ કરશે. જોકે સ્કીમના રોકાણ હેતુઓ હાંસલ થશે તેવી કોઈ બાંયધરી કે ખાતરી નથી.
બેન્ચમાર્કઃ બીએસઈ 200 ટીઆરઆઈ
લઘુતમ રોકાણઃ શરૂઆતમાં રૂ. 1,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં
વધારાની ખરીદીઃ રૂ. 1,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં
ઉપલબ્ધ પ્લાનઃ રેગ્યુલર અને ડાયરેક્ટ પ્લાન્સ, બંને પ્લાન્સ હેઠળ માત્ર ગ્રોથ ઓપ્શન ઉપલબ્ધ
લોડ સ્ટ્રક્ચરઃ સેબી નિયમનો મુજબ કોઈ એન્ટ્રી લોડ નહીં. ફાળવણીની તારીખના 90 દિવસમાં જ જો રીડિમ કે સ્વીચ આઉટ કરવામાં આવે તો 1 ટકો એક્ઝિટ લોડ, ત્યારપછી શૂન્ય
પ્રોડક્ટ લેબલ અને રિસ્કોમીટરઃ
યુટીઆઈ ક્વોન્ટ ફંટ
(ક્વોન્ટિટેટિવ ઇન્વેસ્ટમેન્ટ થીમને અનુસરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ)
આ પ્રોડક્ટ એવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓઃ
લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ ઇચ્છે છે
ક્વોન્ટિટેટિવ ઇન્વેસ્ટમેન્ટ થીમને અનુસરતા રોકાણો ઇચ્છે છે
* રોકાણકારોએ આ પ્રોડક્ટ તેમના માટે યોગ્ય છે કે નહીં તે અંગે શંકા હોય તો તેમના નાણાંકીય સલાહકાર સાથે ચર્ચા કરવી જોઈએ.