ઉત્તર પ્રદેશમાં ભાઈબીજના દિવસે બહેનો આખો દિવસ ઉપવાસ કરે છે
ભાઈ- બહેન આપણા સૌપ્રથમ ફ્રેન્ડ્સ, એકધાર્યા વિશ્વાસુ અને રક્ષક હોય છે. ભાઈઓ અને બહેનો વચ્ચેનો પ્રેમ સૌથી વિશેષ બંધન હોય છે અને ભાઈબીજ આ સુંદર સંબંધોની ઉજવણી છે.
એન્ડટીવીના કલાકારો નેહા જોશી (યશોદા, દૂસરી મા), કામના પાઠક (રાજેશ, હપ્પુ કી ઉલટન પલટન) અને વિદિશા શ્રીવાસ્તવ (અનિતા ભાભી, ભાભીજી ઘર પર હૈ) આ ભાઈબીજને વધુ વિશેષ બનાવવા માટે તેમના રોમાંચ વિશે જણાવે છે.
એન્ડટીવી પર દૂસરી મામાં યશોદાની ભૂમિકા ભજવતી નેહા જોશી કહે છે, “ભાઈબીજ મહારાષ્ટ્રમાં ભાઉબીજ તરીકે ઓળખાય છે અને હું દર વર્ષે જોશભેર આ તહેવાર ઊજવું છું. હું મારા ભાઈના દીર્ઘાયુષ્ય માટે આજીવન પ્રાર્થના કરતી હોવા છતાં આ વિશેષ દિવસે મારો પ્રેમ અચૂક વ્યક્ત કરું છું.
પરંપરા અનુસાર હું જમીન પર ચોરસ દોરું છું અને મારા ભાઈને તેની પર બેસાડું છું, માથે તિલક લગાવું છું, તેની આરતી ઉતારું છું અને તે પછી અમે બંને અમારા ફેવરીટ બેસનના લાડુ ખાઈએ છીએ. પૂજા પછી ભેટોની આદાનપ્રદાનનો અવસર સૌથી મજેદાર હોય છે. હું તેની પાસેથી બહુ માગતી નથી અને તે છતાં મારી મનગમતી ઘણી બધી ચીજો મને આપે છે.
જોકે મારે માટે તેણે મને આપેલી સૌથી સારી ભેટ મારી ભાભી અને મારી સુંદર નાની ભાણેજ છે. તે મારા કરતા મોટો છે, પરંતુ અમારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ છે. અમે મળીએ ત્યારે એક બાબત યાદ કરીને જરૂર હસીએ છીએઃ મારો જન્મ થયો ત્યારે તે રડ્યો હતો, કારણ કે તેને જોડે રમવા માટે ભાઈ જોઈતો હતો અને હવે હું તેને માટે ભાઈથી પણ વિશેષ છું.
તે હંમેશાં મને ટેકો આપતો આવ્યો છે અને મારી અભિનયની કારકિર્દીમાં મને હંમેશાં પ્રોત્સાહન આપવા માટે હું તેની આભારી છું. આ ભાઈબીજ પર જો તેની પાસેથી મને કાંઈ જોઈતું હોય તો તે સાદગી, ચાતુર્ય અને બૌદ્ધિકતા છે. જોકે મારી ભેટ સિક્રેટ રાખું છું અને તેને આશ્ચર્ય આપું છું. ભાઈબીજની દરેકના હાર્દિક શુભેચ્છા.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં રાજેશની ભૂમિકા ભજવતી કામના પાઠક કહે છે, “મને આ તહેવાર બહુ ગમે છે અને મારા માટે ભાઈબીજ એટલે ફેવરીટ મીઠાઈઓ ખાવાની અને ભેટોનું આદાનપ્રદાન કરવાનું. મારા પરિવારમાં આ તહેવાર બહુ મહત્ત્વપૂર્ણ છે
અને એકત્ર ઉજવણી કરતા મારા કઝિન્સ સહિત આખો પરિવાર એક છત હેઠળ ભેગો થાય છે. આ વર્ષે પણ હું દિવાળી અને ભાઈબીજ મારા પરિવાર સાથે ઊજવવા ઈન્દોર જઈશ. આ દિવસે મારા ભાઈઓની આરતી કર્યા પછી અમે સાકર, પાન, બ્લેક ગ્રામ, સોપારી અને ફળો આપીએ છીએ.
આરતી પછી અને તિલક કાર્યક્રમ પછી ભાઈઓ બહેનોને વિશેષ ભાઈબીજની ભેટ આપે છે અને અમે અમારા વડીલો પાસેથી આશીર્વાદ લઈએ છીએ. વિધિ પૂરી થયા પછી અમે બધા એકત્ર લંચ માટે જઈએ છીએ અને અમારી ફેવરીટ ફૂડ આઈટમો ઝાપટીએ છીએ. આદિવસે મારો રોમાંચ હું રોકી શકતી નથી. સર્વ વહાલી બહેનો અને ભાઈઓને ભાઈબીજની શુભેચ્છા.”
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં અનિતા ભાભી તરીકે વિદિશા શ્રીવાસ્તવ કહે છે, “મને લાગે છે કે આ તહેવાર ભાઈ- બહેનને નિકટ લાવે છે. ઉત્તર પ્રદેશમાં બહેનો આખો દિવસ ઉપવાસ કરે છે અને તેમના ભાઈઓ ઘરે પાછા આવે તેની ઉત્સુકતાથી વાટ જુએ છે.
સામાન્ય રીતે કાજળ અને ચંદનમાંથી વિશેષ તિલક બનાવવામાં આવે છે. આરતી પછી બહેનો ભાઈઓ માટે પ્રાર્થના કરે છે અને બંને ભેટોનું આદાનપ્રદાન કરે છે. ભવ્ય ખાણીપીણીમાં પારંપરિક મીઠાઈઓ અને વાનગીઓ સાથે આ સમારંભ પૂરો થાય છે.
દર વર્ષે મારો ભાઈ મારા માટે અને મારી બહેન માટે અમુક સુંદર સૂટ અથવા કુરતા લાવે છે અને ઘણી બધી ચોકલેટ લાવે છે. અમને મીઠી વસ્તુઓ બહુ ભાવે છે. ભેટ આપવાની આ પરંપરા વર્ષોથી પાલન કરવામાં આવે છે. આથી આ વર્ષે હું મારે માટે પસંદ કરાયેલાં નવાં કપડાં જોવા માટે ઉત્સુક છું. તેની ભેટ મને હંમેશાં વિશેષ અને ભાવનાત્મક બનાવે છે. ખુશી, સમજદારી અને ભરપૂર પ્રેમ સાથે અમારા સંબંધોને ભગવાન આ રીતે અકબંધ રાખવાના આશીર્વાદ આપે એવી પ્રાર્થના. “