Western Times News

Gujarati News

લો બોલો, આગ્રામાં તસ્કરોએ પોલીસ મથકની તિજાેરી તોડી ૨૫ લાખની ચોરી કરી

આગ્રા, ઘરો અને દુકાનોમાં તો તસ્કરો ચોરી કરતા હોય છે પણ યુપીના આગ્રામાં તો ચોરોએ પોલીસ મથકમાં જ ચોરી કરીને પોલીસની આબરૂના ધજાગરા કરી નાંખ્યા છે. Uttar Pradesh- even police stations are not safe as 25 lakh Rupees get stolen from Agra Police Station

મળતી વિગતો પ્રમાણે આગ્રામાં પોલીસ મથકની તિજાેરી તોડીને તસ્કરો ૨૫ લાખની મત્તાની સાફસૂફી કરી ગયા છે. પોલીસ મથકમાં જ ચોરીની શરમજનક ઘટના બાદ ઉપરી અધિકારીઓએ પોલીસ મથકના ઈન્સેપક્ટર સહિત ૬ પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દીધા છે.

પોલસી મથકમાં સવારે નવ વાગ્યે પોલીસ કોન્સ્ટેબલ ડ્યુટી પર પહોંચ્યા ત્યારે તેમણે તિજારોમાં સામાન અસ્તવ્યસ્ત જાેયો હતો. એ પછી બોક્સ ખોલ્યુ તો તેમાંથી ૨૫ લાખની મત્તા ગાયબ હતી. તિજાેરીની પાછળના દરવાજા અ્‌ને બારીઓ તુટેલી હાલતમાં હતા એટલો કોઈ અહીંથી તિજાેરી જે રૂમમાં મુકી છે ત્યાં પ્રવેશ્યુ હોવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.

આ મામલામાં હાલમાં અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે પણ કોઈ જાણભેદુનો હાથ હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. જે ૨૫ લાખ રૂપિયાની મત્તા ચોરાઈ હતી તે ચોરીની એક ઘટનામાં પકડાયેલા આરોપી પાસે રિકવર કરવામાં આવ્યા હતા. આ રકમને તિજાેરીમાં મુકવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.