ઉત્તરાખંડ સરકાર ૪૩૬ જર્જરિત પુલ તોડી નવા બનાવશે

નવી દિલ્હી, ઉત્તરાખંડની ધામી સરકારે રાજ્યમાં જૂના અને જર્જર થઈ ચુકેલા પુલને બદલશે અને તેની જગ્યાએ વધારે ક્ષમતાવાળા પુલ બનાવશે. લોકો નિર્માણ વિભાગે રાજ્યમાં આવા ૪૩૬ પુલની ઓળખાણ કરી છે, જેમાં મોટા ભાગના પુલ રાજ્યના પર્વતીય જિલ્લામાં છે.
તેમાં સૌથી વધારે ૨૦૭ પુલ સ્ટેટ હાઈવે પર છે. રાજ્ય માર્ગો પર બનેલા આ પુલ અથવા તો જૂના છે કાંતો ખખડધજ હાલતમાં છે. આ પુલ વાહનો અને વધારે લોડ સહન કરી શકવા યોગ્ય નથી. બી શ્રેણીના આ પુલની ઓળખાણ કરીને મુખ્ય સચિવ આર કે સુધાંશુએ નિર્દેશ આપ્યા છે.
તેમના નિર્દેશ પર જૂના પુલની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. વિભાગે જૂના પુલની ઓળખા કરી લીધી છે, પણ તેમાંથી સૌથી પહેલા ક્યો પુલ પ્રથમ શ્રેણીમાં બનાવામા આવે, તે સરકાર નક્કી કરશે, આ માટેનો પ્રસ્તાવ પણ સરકારને મોકલી આપવામાં આવ્યો છે.
વિભાગીય સૂત્રોનું કહેવુ છે કે, આ પુલોને સૌથી પહેલા બદલવામાં આવશે, જે સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. જેના પર વાહનોની અવરજવર વધારે હોય, લોડ વધારે હોય, તેમાંથી કેટલાય પુલ અવરજવર અને પર્યટન હિસાબે ઉપયોગમાં લેવાય છે.SS1MS