Western Times News

Gujarati News

ગંગોત્રી-યમુનોત્રીમાં લોકોએ રોડ પર વિતાવી રાતઃ 10ના મોત

પાણી અને ભોજનની વ્યવસ્થાના અભાવથી યાત્રાળુઓ મુશ્કેલીમાંઃ ટ્રાફિકજામથી લોકો અટવાયા

(એજન્સી)દેહરાદુન, ચારધામની શરૂઆતમાં ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓની ઉમટવાના બધા રેકોર્ડ તૂટી ગયા છે. બુધવારના તાજા સમાચાર અનુસાર તીર્થયાત્રીઓની સંખ્યામાં ભારે વધારા વચ્ચે બદ્રીનાથ અને કેદારનાથમાં તો હાલાત ઠીક છે. Uttarkashi: A large number of devotees are flocking to visit Gangotri and Yamunotri Dham.

તેનાથી ઉલટું ગંગોત્રી-યમુનોત્રીમાં દર્શન માટે પહોંચેલા શ્રદ્ધાળુઓ હજુ સુધી પરેશાન છે. થોડા દિવસો પહેલાં યમુનોત્રીની સ્થિતિ પર વાયરલ થયેલા વિડીયો પર ઉત્તરાખંડ સરકારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવનો દાવો કર્યો પરંતુ પરેશાની જૈસે થે જેવી જ છે. જો તમે પણ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ તેને ટાળી દો,

કારણ કે ગંગોત્રી યમુનોત્રી ધામમાં રેકોર્ડ બ્રેક ભીડના લીધે સરકારી વ્યવસ્થાઓ ધ્વસ્ત થઇ ગઇ છે. બંને ધામો માટે જ્યારે તમે હરિદ્વારથી આગળ વધો છો તો ૧૭૦ કિમી દૂર બરકોટ સુધી ૪૫ કિમી લાંબો જામ જોવા મળશે. બરકોટથી આગળ યમુનોત્રી અને ગંગોત્રી જવાના માર્ગો છે. ત્યાં બધે જ ટ્રાફિક જામ છે. અહીંથી ઉત્તરકાશી સુધીનો ૩૦ કિમીનો માર્ગ વન-વે છે, તેથી મંદિરથી પાછા ફરતા વાહનોને પહેલા બહાર કાઢવામાં આવી રહ્યા છે.

મંદિર જતી ટ્રેનો ૨૦-૨૫ કલાક પછી આવી રહી છે. યમુનોત્રી-ગંગોત્રી જઇ રહેલા શ્રદ્ધાળુઓમાં ગત ચાર દિવસમાં ૧૦ લોકોએ રસ્તામાં જ દમ તોડી દીધો છે. તેમાં ૫ લોકોના મોત મંગળવારે થયા હતા. ત્રણે એવા છે જેમણે ગાડીમાં જ દમ તોડી દીધો છે. ૧૦ શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમની બધાની ઉંમર ૫૦ વર્ષથી ઉપર હતી. તેમાંથી ૪ ને ડાયાબિટીઝની સાથે સાથે બ્લડ પ્રેશરથી પણ પીડિતા હતા.

માહિતીનો પ્રસાર હવે સરળ થઇ ગયો છે. પળ પળના સમાચાર હવે લાઇવ લોકેશન પર આવી જાય છે. ગૂગલ પોતાના મેપ પર બતાવે છે કે ક્યાં કેટલો જામ છે? તમામ રિપોર્ટ્‌સ ના અનુસાર યમુનોત્રી-ગંગોત્રીમાં હાલત એવી છે કે ભારે ભીડના કારણે રસ્તા પર લાંબો જામ જોવા મળે છે. ગાડીઓ ફસાયેલી છે. લોકોને હોટલ અને ધર્મશાળાઓ સરળતાથી મળી રહી નથી. એવામાં ઘણા લોકો રસ્તા પર ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.