અસાધારણ ‘મર્દાનગી’ દેખાડી યુવતીની લાજ બચાવનાર નૂતન દે માસીની ચોમેર પ્રસંશા
ગાંધીનગર, ગાંધીનગરના પથિકાશ્રમ એસ.ટી. ડેપોની પાછળના વિસ્તારની ઝાડીઓમાં ત્રણ લુંટારૂઓ દ્વારા એક યુવતી અને તેના મિત્રને માર મારીને લૂંટ ચલાવવા સાથે ગેંગરેપના પ્રયાસને પોતાની અસાધારણ મર્દાનગી તેમજ સમયસૂચકતા સાથે દર્શાવેલી બહાદૂરી વડે નિષ્ફળ બનાવનાર
ઉવારસદ વાવોલના કિન્નર નૂતન દે માસી ઉર્ફે એન્જલ શૈલેષભાઈ પારેખની ચોમેર પ્રસંશા થઈ રહી છે. પોતાની નીડરતા થકી ત્રણેય લુંટારૂઓ સામે બાથ ભીડી યુવતીની આબરૂ બચાવવા સાથે એક લુંટારૂને ઝબ્બે કરી લેનાર કિન્નર નૂતન દે માસી ગુજરાતી ટીવી ન્યુઝ ચેનલો અને અખબારોમાં છવાઈ ગયા હતાં
અને સમગ્ર વાવોલ- ઉવારસદ પંથકમાં તેમના સાહસની વાત ચોરેને ચોટે ચર્ચાઈ રહી છે. આ સાથે નૂતન દે માસીનું આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના જાેઈન્ટ સેક્રેટરી સુર્યસિંહ ડાભી, વાવોલના પૂર્વ સરપંચ નગીનભાઈ નાડીયા તેમજ આમ આદમીના મિડિયા કન્વીનર હાર્દિક તલાટી દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતુ આ સાથે સેકટર-૭ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે પણ નૂતન દે માસીની બહાદુરીને વખાણી હતી.