વી.એસ. PF કૌભાંડ: પૂર્વ મ્યુનિ. કમિશ્નર અને હોસ્પિ. સુપ્રિ. સામે કાર્યવાહી કરવા ટ્રસ્ટીઓની માંગણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડનો મામલો વિવાદ પકડી રહયો છે. સદર મામલે સ્વેÂચ્છક નિવૃત થયેલ પૂર્વ સુપ્રિટેન્ડેન્ટે થોડા દિવસ અગાઉ એવી જાહેરાત કરી હતી કે કોર્પોરેશને ચાર્જશીટ કરવામાં મોડુ કર્યું હોવાથી તેમની સામે કોઈ કાર્યવાહી થઈ શકે તેમ નથી.
બીજી તરફ ટ્રસ્ટી મંડળે વી.એસ. અધ્યક્ષને પત્ર લખીને આ મામલે પૂર્વ કમિશ્નર મુકેશકુમાર અને પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ સંદિપ મલહાન સામે કાયદેસર પગલાં લેવાની માંગણી કરી છે. ચોંકાવનારી માહિતી મુજબ પ્રોવિડન્ટ ફંડ મામલે ઓડીટ વિભાગ તરફથી વાંધા લેવામાં આવ્યા બાદ પણ પૂર્વ સુપ્રિટેન્ડેન્ટે રૂ.૯૦ લાખ જમા કરાવ્યા હતા.
શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના ટ્રસ્ટી મંડળે ચેરમેનને પત્ર લખી પૂર્વ મ્યુનિ. કમિશ્નર મુકેશકુમાર અને પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ સામે કાર્યવાહી કરવા માંગણી કરી છે. તેમના જણાવ્યા મુજબ પૂર્વ સુપ્રિટેન્ડેન્ટે નિયમ વિરૂધ્ધ ઈપીએફમાં નાણાં જમા કરાવ્યા હતા તેમજ તેમાં રૂ.૮ કરોડનો દંડ પણ ભર્યો હતો. ઈપીએફમાં જમા કરેલ નાણાં તો પરત આવી ગયા છે પરંતુ રૂ.૮ કરોડ મામલે શાસકો હજી હવાતિયા મારી રહયા છે.
જયારે પૂર્વ મ્યુનિ. કમિશ્નર મુકેશકુમારે કૌભાંડના સુત્રધાર તેવા પૂર્વ સુપ્રિ. સંદિપ મલહાનની સ્વેÂચ્છક નિવૃત્તિ મંજુર કરી હતી જેના કારણે સંસ્થાની તિજોરીને રૂ.૮ કરોડનું નુકસાન થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વી.એસ. વ્યવસ્થાપક મંડળે ૧૪ ડીસેમ્બર ર૦૧૦ના રોજ એક ઠરાવ નં.૧૩૧ દ્વારા સુપ્રિટેન્ડેન્ટને સત્તા આપી હતી જે મુજબ કર્મચારીઓના પેન્શન સ્કીમ મામલે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જે અમલ કરે તે મુજબની પોલીસીનો અમલ વી.એસ. સુપ્રિટેન્ડેન્ટે કરવાનો હતો. અમદાવાદ મ્યુનિ. કોર્પો.એ ન્યુ પેન્શન સ્કીમનો અમલ કર્યો હતો જયારે વી.એસ. સુપ્રિટેન્ડેન્ટે તેમની સત્તા બહાર જઈ ઈપીએફમાં નાણાં જમા કરાવ્યા હતાં.
આમ સુપ્રિટેન્ડેન્ટે સત્તાનો દુરૂપયોગ કરી કર્મચારીઓની કમાણીના રૂ.૩ર કરોડ ઈપીએફમાં જમા કરાવ્યા હતાં. અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે વી.એસ. હોસ્પિટલને ઈપીએફમાંથી પહેલેથી જ મુક્તિ આપવામાં આવી છે. ઈપીએફમાં નાણાં જમા કરાવ્યા બાદ સુપ્રિટેન્ડેન્ટે વધુ એક વખત સત્તાનો દુરૂપયોગ કર્યો હતો અને ર૪/૬/ર૦૧પ થી તેમના કન્સલ્ટન્ટને રૂ.ર.૩પ લાખ ચુકવવાની મંજુરી આપી હતી
જેના માટે વી.એસ. બોર્ડની કોઈ મંજુરી લેવામાં આવી ન હતી. સુપ્રિટેન્ડેન્ટ પાસે બોર્ડની મંજુરી વગર માત્ર રૂ.પ૦ હજારની મર્યાદામાં જ નાણાં ચુકવવાની સત્તા છે તેમ છતાં રૂ.ર.૩પ લાખ ચુકવ્યા બાદ એપ્રિલ ર૦૧પ થી ડીસે.ર૦૧પ સુધી દર મહિને ર૦ હજાર લેખે પણ ચુકવ્યા હતા. આ તમામ મામલે મ્યુનિ. ઓડિટ વિભાગ દ્વારા વાંધા લેવામાં આવ્યા હતાં ઓડિટ વિભાગ દ્વારા ૪ જુલાઈ ર૦૧૭ (વાંધા નંબર રપ) વાંધા રજુ કરવામાં આવ્યા હતાં
તેમ છતાં વી.એસ. સુપ્રિટેન્ડેન્ટે ઈપીએફમાં તા.ર૩ માર્ચ ર૦ર૧૮ના વ્યાજ પેટે રૂ.૯૦ લાખ જમા કરાવ્યા હતાં. વી.એસ. ના પૂર્વ સુપ્રિટેન્ડેન્ટની બેદરકારી કે ગેરરીતિના પરિણામે હજારો કર્મચારીઓના નાણાં લાંબા સમય સુધી અટવાયા હતાં તેમણે જે નાણાં ભર્યાં હતાં તેમાં કર્મચારીઓનો ફાળો રૂ.૧૪.૯૦ કરોડ હતો તેમજ સંસ્થાનો ફાળો પણ રૂ.૧૪.૯૦ કરોડ હતો.