Vaccine Racismનો શિકાર થઇ રહ્યા છે ભારતીય
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/corona-9.jpg)
Files Photo
નવી દિલ્હી: ભારતીય વેક્સીનને મંજૂરી આપવાની વાત થઇ ગઇ છે અથવા ભારતીયોને વિદેશ યાત્રાને મંજૂરી આપવાનો ર્નિણય, ભારત ઘના મોરચા પર વેક્સીન રેસિઝમનો શિકાર થઇ રહ્યા છે. ભારતીયો સાથે ઘણા મોટા દેશ સાવકો વ્યવહાર કરી રહ્યા છે. કેટલાક દેશોએ ભલે અમારા માટે પોતાના દરવાજા ખોલી દીધા છે પરંતુ ઘણા દેશોની યાત્રા કરી શકતા નથી. ઘણી જગ્યાએ પરમીશન ન મળતાં લોકોના બનેલા કામ બગડી રહ્યા છે. એવો જ એક દેશ જર્મની પણ છે.
જર્મનીએ ભારતીયો માટે રસ્તા ૬ જુલાઇએ ખોલ્યા છે પરંતુ દિલ્હી એક વિદ્યાર્થીને ત્યાં ૩૧ મે સુધી જવું હતું. વિદ્યાર્થીના વિઝા એક્સપાયર થઇ ચૂક્યા છે. વિદ્યાર્થી કોવિશિલ્ડ વેક્સીનના બીજા ડોઝનું શિડ્યૂલ ૨૮ દિવસમાં પુરો કરવ માટે વિશેષ સેન્ટર પર પહોંચ્યો. કોલેજાેએ કહ્યું કે એડમિશન લેવાની અંતિમ તારીખ ૩૧ ઓગસ્ટ છે પરંતુ જાે નક્કી સમય પર વીઝા ન મળે તો સમજાે કામ ખતમ. મલ્ટીનેશનલ ફાર્મા કંપનીના હેડૅ સંજય રાજપાલની મુશ્કેલીઓ તેનાથી પણ મોટી છે. તેમણે કોવેક્સીન છે. સપ્ટેમ્બરમાં કંપનીની એનુઅલ મીટિંગ છે જે નેધરલેંડમાં યોજાવવાની છે. ત્યાં ગયા વિના કામ આગળ ચાલવું મુશ્કેલ છે અને જાય તો કેવી રીતે જાય?
કોવેક્સીનને તો હજુ પણ ઉૐર્ં પાસેથી એપ્રૂવલ મળી નથી. આ વલણનું પરિણામ એ છે કે કોવૈક્સીન લગાવી ચૂકેલા લોકો હવે ચોરીથી કોવીશિલ્ડ લગાવવાનું વિચારવા લાગ્યા છે. ભારતના નાગરિક રશિયા, સર્બિયા, આઇસલેંડ, રવાંડા, જર્મની, ઇથોપિયા, અફઘાનિસ્તાન અને ૧૫ જુલાઇથી મોરિશસ જઇ શકે છે. કતર, સાઉથ કોરિયા, નેપાળ કંબોડિયા પણ જઇ શકો છો.
ફ્રાંસથી ટ્રાંજિટ માટે આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ હોવો જાેઇએ. બાહરીનમાં ૧૦ દિવસ કંપલ્સરી કોરોન્ટાઇન, ૪૮ કલકા પહેલાં જ રિપોર્ટ, પછી કોરોન્ટાઇનના ૫મા દિવસે અને ૧૦મા દિવસે ફરીથી ટેસ્ટ થશે. તમામ જગ્યાએ ૪૮-૭૨ કલાકનો કોવિડ નેગેટિવ રિપોર્ટ જરૂરી છે. મોટાભાગની જગ્યાએ ૧૪ દિવસનું કોરોન્ટાઇન જરૂરી છે. દુનિયાને કોરોના આપનાર ચીનની પણ શરત એ છે કે ભારતીયોને હેલ્થ ડિક્લેરેશન ફોર્મ, નેગેટિવ ન્યૂક્લિક એસિટ ટેસ્ટ, એંટીબોડી ટેસ્ટ, ૪૮ કલાકની અંદરનો ટેસ્ત, એરપોર્ટ પર ફરી ટેસ્ત જરૂરી છે. મેક્સિકો અને વેનેજુએલા ભારતીયો માટે સંપૂર્ણપણે ખુલા છે. ત્યાં કોઇપણ પ્રકારના ટેસ્ટ અને કોરોન્ટાઇનની જરૂર નથી.