વડાલી એશિયન એજ્યુકેશનલ કેમ્પસ દ્વારા પદયાત્રીઓએ નાંખેલો કચરો દૂર કરાયો

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) એશિયન એજ્યુકેશનલ કેમ્પસ વડાલી દ્વારા ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રા કરી અંબાજી જતા હજારો પદયાત્રીઓ દ્વારા હાઇવે રોડ પર બંને સાઈડે નંખાયેલ પ્લાસ્ટિકની કોથળીઓ, પાણીની બોટલ તથા અન્ય પ્રકારનો કચરો દૂર કરવા માટે?
તા.૧૦-૦૯-૨૨ ના રોજ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. દર વર્ષે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ હાઇવે પર થઈ અંબાજી જાય છે ત્યારે હાઇવે રોડની આસપાસ અત્યંત ગંદકી થાય છે. જેના કારણે રોગ પણ ફેલાવવાની શક્યતા રહેતી હોય છે. સેવા કરવાવાળા આવે છે.
તે સારી વાત છે. પણ સફાઈ કરવાવાળા ઓછા આવે છે. ત્યારે એશિયન એજ્યુકેશનલ કેમ્પસ વડાલીના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓએ છાત્ર શક્તિ રાષ્ટ્રભક્તિને ચરિત્રાર્થ કરતા સાબરકાંઠા જિલ્લાના સાંસદ શ્રી દિપસિંહજી રાઠોડની અધ્યક્ષતામાં ૨૧ કિલોમીટર સુધી રોડની બંને સાઈડે સફાઈ કરી એક પ્રશંસનીય કાર્ય કર્યું હતું. શ્રી દિપસિંહજી સાથે એશિયન કોલેજનો તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ હોશભેર ભાગ લીધો હતો.