તમે જે વડાપાંવ ખાવ છો તેમાં નકલી બટરનો ઉપયોગ થાય છે જાણો છો?
(એજન્સી)અમદાવાદ, વિજય ચાર રસ્તા પર આવેલા શ્રીજી કૃપા વડાપાઉંમાં નકલી બટરથી ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકોએ કહયું કે, વડાપાંઉના પુરેપુરા પૈસા લઈ રહયા છો તો પછી નકલી બટર કેમ આપો છો ? આ અંગે મ્યુનિ. કોપોરેશનમાં ફરીયાદ પણ કરી છે. આ અંગે આરોગ્ય અધિકારી ભાવીન જોશીએ કહયું કે, કાલે તપાસ કરાશે.
અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે શ્રીજી વડાં પાઉંમાં નકલી માખણ વાપરતા રંગે હાથે પકડાઈ ગયા. pic.twitter.com/IWM1Okm5gw
— Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) November 18, 2024
તમે કમીશ્નરને પુછી શકો છો. આવા ઉદ્ધતાઈપુર્વક જવાબ આપીને મ્યુનિ. કોર્પોરેશન ખરાબ છબી ઉભી કરવા પ્રયાસ કરાયો હતો. જેની ઉચ્ચ કક્ષાએ નોધ પણ લેવાઈ છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહયા છે. આ દુકાનદારના માણસો ગમે તેમ ભાષા વાપરી રહયા છે. આમ છતાં આરોગ્ય અધિકારીઓના પેટનું પાણી હલતું નથી.
આ અંગે મ્યુનિ. સત્તાધીશોએ કહયું કે, આરોગ્ય અધિકારીને સમજી વિચારીને લોકોને જવાબ આપવો જોઈએ. તેમનો લેખીત જવાબ મંગાશે. સ્થળ નકલી બટર બાદ મહીલા સહીતના ગ્રાહકો સાથે ગેરવર્તુણક કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
વીડીયોમાં વડાપાંઉની દુકાનની આજુબાજુવાળા અન્ય દુકાનદારો દાદાગીરી કરતાં મહીલાએ ઉગ્રતા દાખવી ભગાડયા હતા. સ્થળ પોલીસ પણ આવી ગઈ હતી.પોલીસે મામલો શાંત પાડયો હતો અને ગ્રાહકોને મ્યુનિ.ના આરોગ્ય વિભાગમાં ઓનલાઈન ન ફરીયાદ કરવા સમજાવ્યા હતા.