Western Times News

Gujarati News

મુખ્યમંત્રીએ વડગામની ગૌરવયાત્રામાં અલ્પેશ ઠાકોર વિષે શું ક્હયું?

ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જીન બન્યું છેઃ મુખ્યમંત્રી-વડગામમાં ભાજપની ગૌરવા યાત્રા યોજાઈ

(એજન્સી)ડીસા, વડગામમાં ભાજપની ગૌરવા યાત્રા યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય મંત્રી સંજીવકુમાર બાલિયાન, પૂર્વ મંત્રી શંકર ચૌધરી, અલ્પેશ ઠાકરો સહિતના નેતાઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. વડગામમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સભાને સંબોધિત કરી હતી જેમા અલ્પેશ ઠાકોર અંગે પણ ટકોર કરતું નિવેદન કર્યુ હતુ.

વડગામમાં ભાજપની ગૌરવયાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હસતાં હસતાં અનેક મહત્ત્વની વાતો કરી હતી. જેમા તેમણે જણાવ્યુ કે, અમે જ્યારે બોલવા ઉભા થઈએ તે પહેલાં તમને બધાને આ લોકોએ ભાષણ આપીને થકવાઈ દીધા હોય પણ ભાજપની ગૌરવ યાત્રા હોય ત્યારે થાકવાનું નથી.

આ સાથે અલ્પેશ ઠાકોર અંગે ભુપેન્દ્ર પટેલે કહ્યુ કે, વર્ષોથી અમે સાથે બેઠા છીએ, ભલે કામ કરવા માટે તેમણે થોડી ઘણી ધમાલ કરી હોય. પણ ધમાલ કરવાનું એટલે, એમનો સ્વભાવ છે કે, કામ તો કરવું જ પડશે. કામ કરવા માટે બધાની પરિભાષા અલગ અલગ હોય. કોને કઇ રીતે કામ કરવું છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, ભાજપની કાર્ય પદ્ધતિ કામ માટેની છે. ઇલેક્શન હોય ત્યારે માથાકૂટ કેમ થાય તેનો પ્રયાસ અનેક લોકોનો હોય જેમાં જાતિ નાતી વચ્ચે પણ વિવાદ હોય. ભાજપે દરેક ક્ષેત્રે મજબૂત વિકાસનો પાયો નાખ્યો છે. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.

નરેન્દ્રભાઈ મોદીએ વિકાસનો નવો કાર્ય સંકલ્પ આપ્યો. જે યોજના જેને મળવા પાત્ર છે તેને ૧૦૦ ટકા મળે તેવો પ્રયત્ન કર્યો. એક યોજનામાં ઘરમાં ત્રણ કે પાંચને લાભ મળવાનો હોય તો તેમને આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.