વડોદરાઃ ટુ વ્હીલર પર જતા દંપતી પર પડી વૃક્ષની ડાળી, પત્નીનું મોત
વડોદરા, શહેરમાં વૃક્ષની ડાળખી પડતાં કરૂણ સમાચાર સામે આવ્યા છે. દિવાળીપુરા કોર્ટ સંકુલ પાસે મોપેડ પર જતા દંપતી પર વૃક્ષની ડાળખી પડી હતી. જેમાં ૫૫ વર્ષની મહિલાનું કરૂણ મોત નીપજ્યુ છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરનાં દિવાળીપુરા વિસ્તારમાં કોર્ટ સંકુલ પાસે રાતે વૃક્ષની મોટી ડાળ તુટી પડતા એક મહિલાનું મોત નીપજ્યુ છે. શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા રંજનબેન ખરાદી નામના મહિલા તેમના પતિ સાથે ટુ વ્હીલર પર જઇ રહ્યા હતા. આ દરમિયાન તેમની પર વૃક્ષની એક ડાળી તૂટીને પડતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. જેના કારણે તેમનું મોત થયાનું સામે આવ્યું છે. તો તેમની સાથે તેમના પતિને પણ ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાની સાથે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને બચાવ કામ શરૂ કર્યું હતુ.
જાકે, પત્નીનું ઘટનસ્થળે જ મોત નીપજ્યુ છે જ્યારે પતિને ઇજા પહોંચતા સ્થાનિક દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. થોડા સમય પહેલા વડોદરા નજીક પોર પાસેના નેશનલ હાઈવે પર ઇંટોલા ચોકડીથી ઇટોલા રેલવે ફાટક તરફ ૨૨ Âવ્હલનું મોટું ટ્રેલર જતું હતું. ત્યારે સાંજના સુમારે આ ટ્રેલરના ખાલી સાઇડ પર છેલ્લાથી બીજા નંબરમાં આવેલ બે ટાયરો અચાનક છુટા પડી ગયા હતા.
જેથી નજીકથી પસાર થતી બે મહિલાઓ ગીતાબેન અને લક્ષ્મીબેનને ટ્રેલરના ટાયરોના કારણે ઈજાઓ થઈ હતી. આ અંગે ઇટોલા રેલવે સ્ટેશન પાસે રહેતા શંકર વસાવાએ પોલીસને જાણ કરી હતી. બન્ને મહિલાઓને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જે પૈકી ગીતાબેનનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.SS1MS