Western Times News

Gujarati News

વડોદરા: બુલેટ ટ્રેનના એક પિલરમાં સ્ટીલનું સ્ટ્રક્ચર નમી ગયું

પ્રતિકાત્મક

RCC ભરવાની કામગીરી પૂર્વે જ સ્ટીલનું સ્ટ્રક્ચર નમી પડતાં મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા

વડોદરા, અમદાવાદ-મુંબઈ વચ્ચે આકાર લઈ રહેલા હાઈસ્પીડ રેલ પ્રોજેકટ અંતર્ગત વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક નિર્માણાધીન બુલેટ ટ્રેનના એક પિલરનું સ્ટ્રકચર મંગળવારે મોડી રાત્રે નમી પડયું હતું.

આ અંગેની જાણ થતાં હાઈ સ્પીડ રેલ પ્રોજેકટના (HSRP) ઉચ્ચ અધિકારીઓ મોડી રાત્રે ઘટના સ્થળે પહોચી ગયા હતા. RCC ભરવાની કામગીરી પૂર્વે જ સ્ટીલનું સ્ટ્રકચર નમી પડતાં કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા.

મળેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં બુલેટ ટ્રેનના ૮ સ્ટેશન છે, જે પૈકી વડોદરામાં એક છે, વડોદરા સ્ટેશન પછીના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેથી મુંબઈથી આવતી બુલેટ ટ્રેન પસાર થશે, ત્યારે આ હાઈ સ્પીડ રેલ વિશ્વામિત્રી બ્રિજની ઉપરથી પસાર થનાર હોઈ,

એના માટે પિલર ઉભા કરવાની કામગીરી હાલ પુરજાેશમાં ચાલી રહી છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની ખામી કે પછી નબળી કામગીરી ન થાય તે માટે પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે છતાં સ્ટ્રકચર ઉભું કરવામાં કોઈ ખામી સર્જાતા અડધા પિલર પરનું સ્ટ્રકચર નમી પડ્યું હતું.

મોડી રાત્રે બનેલ ીઆ ઘટના અંગેની જાણ હાઈ સ્પીડ રેલતંત્રને થતા તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. નિર્માણાધીન બુલેટ ટ્રેન માટેનો પિલર બનાવવા તૈયાર કરેલું સ્ટ્રીલનું સ્ટ્રકચર અચાનક નમી પડતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગેની જાણ થતાં આસપાસના રહીશો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ પણ બુલેટ ટ્રેનના આ પ્રકારની નબળી કામગીરી અંગે અનેક સવાલો સ્થાનીક અધિકારીઓ સમક્ષ ઉઠાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે હાલ વરસાદ કે વાવાઝોડું નથી છતાં અડધા તૈયાર થયેલા પિલર ઉપર સ્ટીલનું સ્ટ્રકચર તૈયાર કરાયું હતું આ સ્ટીલના સ્ટ્રકચર ઉપર આરસીસી ભરવામાં આવવાનું હતું, પરંતુ આરસીસી ભરવામાં આવે તે પહેલાં સ્ટીલનું સ્ટ્રકચર નથી પડયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.