Western Times News

Gujarati News

વડોદરા: રક્ષિતની કાર ૧૨૦ની સ્પીડે દોડી રહી હતી, રિપોર્ટમાં દાવો

વડોદરા, વડોદરાના કારેલીબાગના બહુચર્ચિત રક્ષિત ચૌરસિયા હિટ એન્ડ રન કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. જોકે હજુ સુધી આ દાવાની પુષ્ટી થઈ શકી નથી.

માહિતી અનુસાર આરોપી રક્ષિત ચોરસિયાની કારનો જર્મનીથી રિપોર્ટ આવી ગયો હોવાની વિગતો ચર્ચામાં છે. પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા આ મામલે કોઈ કન્ફર્મેશન આપવામાં આવી નથી.

માહિતી અનુસાર આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે હોળીની રાતે ફુલસ્પીડે ધસી આવેલી કારે ત્રણ સ્કૂટરને અડફેટમાં લેતાં આઠ જણા ફંગોળાયા હતા અને તેમાં હેમાલી પટેલ નામની મહિલાનું મોત નીપજ્યું હતું.

આ ઘટનાને અંજામ આપતી વખતે રક્ષિતની કારની ઝડપ ૧૨૦ થી ૧૩૦ની વચ્ચે હોવાનો દાવો કરાયો છે. એવો દાવો છે કે પોલીસને આ મામલે જર્મનીની ફોક્સવેગન કંપની દ્વારા રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે પરંતુ આ રિપોર્ટ હજુ જાહેર કરાયો નથી.

આ બનાવમાં વારાણસીના વતની અને નિઝામપુરામાં રહેતા રક્ષિત રવિશ ચોરસિયાની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે, તેની પાસે બેઠેલા કારમાલિકના પુત્ર પ્રાંશુ રાજેશ ચૌહાણ(ભાયલી) તેમજ બંને જણા જેને મળીને આવ્યા તે સુરેશ ભરવાડ (કિશનવાડી)ના બ્લડ તેમજ કારની સ્પીડના રિપોર્ટ માટે પોલીસે કાર્યવાહી કરી હતી.

આ પૈકી રક્ષિતની કારનો રિપોર્ટ આવી ગયો હોવાની ચર્ચા છે. જેમાં તેની સ્પીડ ૧૨૦ થી ૧૩૦ જેટલી હોવાની માહિતી છે. જો કે, કારેલીબાગના પીઆઇ એચ એમ વ્યાસે આવો કોઇ રિપોર્ટ હજી મળ્યો નથી તેમ કહ્યું હતું. જ્યારે, ડીસીપી પન્ના મોમાયાએ કહ્યું હતું કે,અમે રિપોર્ટ વહેલા મળે તે માટે સતત તપાસમાં છીએ. જેવો જ રિપોર્ટ આવશે એટલે તેની વિગતો જાહેર કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.