બરાનપૂરા અખાડાના ૨૦૦ ઉપરાંત મતદારોએ મતદાન કરી લોકશાહીના પર્વને દીપાવ્યું
વડોદરા શહેરના બરાનપૂરા અખાડાના અંજુ માસીબાની આગેવાની હેઠળ આ સમાજના ૨૦૦ ઉપરાંત મતદારોએ આજે મતદાન કરી લોકશાહીના આ પર્વને દીપાવ્યું હતું. અંજુ માસીબાએ શહેર જિલ્લાના મતદારોને હકથી અને વટ થી મતદાન કરવાનું જણાવી ખાસ ગૃહિણીઓને બધા કામ પડતા મૂકી મતદાન કરવા અનુરોધ કર્યો છે.
ખેડા જિલ્લામાં દિવ્યાંગો દ્વારા સંપૂર્ણપણે સંચાલિત ૬ મતદાન મથકો પૈકી ૧૧૬–નડિયાદ ખાતે જીવન વિકાસ એજ્યુકેશન એકેડમીમાં સવાર થી જ મતદાતાઓની વિશેષ સંખ્યા
વડોદરામાં અર્બન એપથીને તોડવા શહેરીજનોએ દર્શાવ્યો અદ્દભૂત ઉત્સાહ -વડોદરા શહેરની પાંચેય વિધાનસભા બેઠકો ઉપર સવારે મતદાન કરવા માટે નગરજનોની ભારે ભીડ જોવા મળી
શહેરના ૫૫ જેટલા મતદાન મથકો ઉપર ઢોલ સાથે મતદારોનું સ્વાગત કરવાનો તંત્રની નવતર પહેલ તંત્ર દ્વારા એબસન્ટી વોટર્સ માટે વાહન અને વ્હિલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.