વડોદરાની તત્વ ચિંતન ફાર્મા કેમે IPO લાવવા માટે સેબીમાં DRHP રજૂ કર્યું
વડોદરા સ્થિત તત્વ ચિંતન ફાર્મા કેમ લિમિટેડ (‘TCPCL’ કે ‘કંપની’) સ્પેશિયાલ્ટી કેમિકલ્સ ઉત્પાદન કંપની છે, જે સ્ટ્રક્ચર ડાયરેક્ટિંગ એજન્ટ્સ (“SDAs”), ફેઝ ટ્રાન્સફર કેટાલિસ્ટ (“PTCs”), સુપર કેપેસિટર બેટરીઓ માટે ઇલેક્ટ્રોલાઇટ સોલ્ટ્સ તથા ફાર્માસ્યુટિકલ અને એગ્રોકેમિકલ ઇન્ટરમીડિયેટ્સ અને અન્ય સ્પેશિયાલ્ટી કેમિકલ્સ (“PASC”)ના વિવિધતાસભર પોર્ટફોલિયોનું ઉત્પાદન કરવામાં સંકળાયેલી છે.
કંપનીએ એના આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) માટે બજાર નિયમનકારક સંસ્થા સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) રજૂ કર્યું છે. Vadodara based Tatva Chintan Pharma Chem Limited plans for IPO files DRHP with SEBI
TCPCL ભારતમાં ઝીયોલાઇટ્સ માટે SDAsની સૌથી મોટી અને એકમાત્ર વાણિજ્યિક ઉત્પાદક છે. કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે બીજી સૌથી મોટી કંપની છે. ઉપરાંત કંપની ભારતમાં PTCsની સંપૂર્ણ રેન્જનું ઉત્પાદન કરતી આંતરરાષ્ટ્રીય ઉત્પાદકો પૈકીની એક છે અને દુનિયામાં મુખ્ય ઉત્પાદકોમાં સામેલ છે.
સ્પેશિયાલ્ટી કેમિકલ્સની ઉત્પાદક તરીકે TCPCL ઉત્પાદનોની ઉપયોગિતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે તેના ગ્રાહકોના ઉત્પાદન અને ઔદ્યોગિક પ્રક્રિયા માટે મુખ્ય ઘટક બને છે. ઉદાહરણ તરીકે, SDA અને PTC ઉત્પાદનો ગ્રીન કેમિસ્ટ્રીમાં વિવિધ ઉપયોગિતા ધરાવે છે, જે પર્યાવરણને અનુકૂળ અને સસ્ટેઇનેબલ ટેકનોલોજીઓ પર વધારે કેન્દ્રિત ધ્યાન સાથે સંબંધિત છે.
આઇપીઓમાં રૂ. 2,250.00 મિલિયનના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 2,250.00 મિલિયન સુધીના વેચાણ માટેની ઓફર સામેલ હશે. ફ્રેશ ઇશ્યૂમાંથી થનારી ચોખ્ખી આવકનો ઉપયોગ નીચેના ઉદ્દેશો માટે થશેઃ (1) દહેજ ઉત્પાદન સુવિધાના વિસ્તરણ માટે મડીગત ખર્ચની જરૂરિયાતો પૂરી કરવા; (2) વડોદરામાં સંશોધન અને વિકાસ (આરએન્ડડી) સુવિધાને અપગ્રેડ કરવા માટે મૂડીગત ખર્ચની જરૂરિયાત પૂર્ણ કરવા; અને (3) સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે.
ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ અને જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ છે.