Western Times News

Gujarati News

આ શહેરના કોંગ્રેસ પ્રમુખ અને માજી મંત્રીને DCPએ ધક્કે ચઢાવતાં હોબાળો

પ્રતિકાત્મક

વડોદરા, વડોદરા શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા રાહુલ ગાંધી વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી આપવા મામલે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ કાર્યાલયથી રેલી કાઢી રાવપુરા પોલીસ મથકે આવ્યા હતા. રાવપુરા પોલીસ મથકમાં ડીસીપી અભય સોનીએ કોંગ્રેસના સિનિયર આગેવાન અને પૂર્વ મંત્રી તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખને ધક્કે ચઢાવતા માહોલ ગરમાયો હતો અને ડીસીપી તથા શહેર કોંગ્રેસ પ્રમુખ વચ્ચે તુતુ-મેંમેંના દૃશ્યો સર્જાયા હતા.

શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે, પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે. તાજેતરમાં લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે.

તે મામલે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા કડકાઈ દાખવતા તમામ ફરિયાદ આપવા માટે કોંગ્રેસ કાર્યાલયથી પગપાળા રાવપુરા પોલીસ મથકમાં આવ્યા હતા જ્યાં ડીસીપી ઝોન-ર અભય સોનીએ કોંગ્રેસના શહેર પ્રમુખ રૂત્વિજ જોશી અને રાજ્યના પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને ધક્કે ચઢાવ્યા હતા. એટલું જ નહીં ધક્કો મારતા ડીસીપી અભ્યા સોની કહેતા હતા કે બહાર નિકાલો ઈનકો,

તો બીજી તરફ ભીખાભાઈ રબારીએ જણાવ્યું કે, હું પૂર્વ મંત્રી છું તમે આવી રીતે ના કરી શકો અને રૂÂત્વજ જોશીએ તરત જ આક્રોશિત થઈને પ્રતિકાર કરવાનો શરૂ કરી દીધો હતો. અન્ય પોલીસ કર્મીઓ વચ્ચે પડયા હતા અને કડકાઈ દાખવતા ડીસીપી અભય સોનીને શાંતિપૂર્વક રીતે ત્યાંથી અંદર લઈ ગયા હતા તો બીજી તરફ મામલો થાળે પાડવા માટે અન્ય પોલીસ કર્મીઓએ કોંગ્રેસના આગેવાનો સાથે સમજાવટ શરૂ કરી અને મામલો થાળે પાડયો હતો.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.