ખોટી વિગતો મુદ્દે વડોદરાના ડેવલપર્સનો પ્રોજેક્ટ રેરાએ અટકાવ્યો
વિવાદિત જમીન ઉપર બિલ્ડરે બારોબાર પ્રોજેક્ટ શરૂ કર્યો
અમદાવાદ, ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજ રેરા)ની ટ્રિબ્યુનલે વડોદરાના ઈનબ્રિક્સ ડેવલપર્સના પ્રોજેક્ટ ધ વિસ્ટા રેસિડેÂન્સયલના બાંધકામ અને વેચાણ ઉપર રોક લગાવી દીધી છે.
ગુજ રેરા ટ્રિબ્યુનલમાં કરવામાં આવેલી ફરિયાદ મુજબ બિલ્ડરે ખોટી વિગતો રજૂ કરી અને બીજાની જમીન ઉપર રહેણાંક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. એટલું જ નહીં પણ આ જમીનનો કેસ કોર્ટમાં ચાલતો હોવા છતાં બિલ્ડરે વડોદરા મ્યુનિ. કોર્પોરેશન (વીએમસી) પાસેથી બાંધકામની મંજૂરી પણ લીધી હતી.
વડોદરાના કારેલીબાગમાં રહેતા સુધાબેન જશવંતભાઈ પટેલ રેરામાં ઈનબ્રિક્સ ડેવલપર્સના પ્રોપરાઈટર મજીદખાન પઠાણ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં સુધાબેને ફતેહગંજમાં જે જગ્યા ઉપર ધ વિસ્ટા રેસિડેÂન્સયલ પ્રોજેક્ટ બની રહ્યો છે તેના ઉપર દાવેદારી કરી હતી અને આ જમીનના ખોટા કાગળો ઊભા કરી અને રેરામાં પ્રોજેકટને મંજૂર કરાવવામાં આવ્યો હતો. આ સાથે જ વીએમસીમાંથી પણ બાંધકામ માટે રજા ચિઠ્ઠી ખોટી રીતે લીધી હોવાનું જણાવ્યું હતું.
આ કેસમાં રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ ટ્રિબ્યુનલે નોંધ્યું કે, બિલ્ડરે ઓકટોબર ર૦રરમાં વીએમસીની રજા ચિઠ્ઠીના આધારે રેરામાં પ્રોજેકટ મંજૂર કરાવ્યો હતો જે જગ્યા ઉપર પ્રોજેકટ બનાવાઈ રહ્યો છે તેનો કેસ વડોદરા સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને કોર્ટે તેના ઉપર સ્ટે પણ આપ્યો છે.
ટ્રિબ્યુનલે જજમેન્ટમાં કહ્યું કે, કોર્ટે જમીન માલિકી અને કબજા અંગે યથાવત સ્થિતિ જાળવી રાખવા હુકમ કરેલો હોઈ, બિલ્ડર એલોટીનેફલેટનો કબજો આપી શકે નહીં તેવી સ્થિતિ ઊભી થાય તેમ છે. આ સંજોગોમાં બિલ્ડરને ધ વિસ્ટા રેસિડેÂન્સયલ પ્રોજેકટ માટે રજિસ્ટ્રેશન આપેલું છે. તે ફેરવિચારણાને પાત્ર છે.
વીએમસીએ પણ બાંધકામની રજા ચિઠ્ઠી રદ કરી બાંધકામ કરવા ઉપર પ્રતિબંધ મૂકયો હોઈ રેરા ઓથોરિટી દ્વારા બીજો હુકમ ન થાય ત્યાં સુધી બિલ્ડરને આ પ્રોેજેકટમાં નવા યુનિટ બૂક કરવા કે વેચવા મનાઈ કરવામાં આવે છે.