વડોદરા જિલ્લાને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર ૨૦૨૧-૨૨ અંતર્ગત બેસ્ટ પરફોર્મિંગ ડિસ્ટ્રિક્ટનો એવોર્ડ
કેન્દ્ર સરકાર ધ્વારા વર્ષ ૨૦૧૪ થી શરૂ થયેલી “સ્વચ્છ ભારત , સ્વચ્છ વિદ્યાલય” ઝુંબેશ ના ભાગ રૂપે વર્ષ ૨૦૧૬થી “સ્વચ્છ વિદ્યાલય” એવોર્ડ આપવામાં આવે છે. જેમાં રોકડ પુરસ્કાર, ટ્રોફી, પ્રમાણપત્ર અને સ્મૃતિભેટ આપીને શાળા તથા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે.
શાળામાં પીવાનું પાણી, શૌચાલય સુવિધા, સાબુથી હાથ ધોવાની સુવિધા, જાળવણી અને મરામત, વ્યવહાર પરિવર્તન અને ક્ષમતાવૃદ્ધી જેવી અલગ અલગ શ્રેણીઓના આધારે મૂલ્યાંકન કરીને શ્રેષ્ઠ શાળાઓને આ પુરસ્કાર માટે નામાંકીત કરવામાં આવે છે.
આ પ્રસંગે રાજયકક્ષાના શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવ, સમગ્ર શિક્ષા- ગાંધીનગરના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. રતનકંવર ગઢવીચારણ, યુનિસેફના સ્ટેટ હેડ પ્રશાંત દાસ, જિલ્લા શિક્ષણ સમિતિના સભ્યો, સર્વ શિક્ષા અભિયાન સાથે સંકળાયેલા પદાધિકારીઓ, નિયામકશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ શાળાઓનાં આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.