વડોદરા (સીટી)ના કોંગી ઉમેદવારનો એક પુત્ર કોંગ્રેસમાં, બીજાે ભાજપમાં જોડાયો
વડોદરા શહેર વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી ચુંટણી લડી રહેલા ગુણવંત પરમાર વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. તેમનો પુત્ર કિરણ કાપડીયા પણ કોંગ્રેસ પક્ષમાં છે.
ર૦ર૦માં કિરણ વોર્ડ નંબર પાંચમાંથી કોંગ્રેસ પક્ષમાંથી કોર્પોરેશનની ચુંટણી લડયા હતા, પરંતુ તેમની હાર થઈ હતી. જયારે ગુણવંત પરમારનો બીજાે પુત્ર વિજય વનરાજ ભાજપ સાથે સંકળાયેલો છે. અને ભાજપના પૂર્વ કોષાધ્યક્ષ પણ રહી ચુકયો છે.
હવે ખુદ પિતા જ વડોદરા શહેરવિધાનસભા બેઠક પર કોગ્રેસમાંથી ચુંટણી લડવા મેદાનમાં ઉતર્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે, કિરણ કાપડીયા પિતા ગુણવંત પરમારને મદદ કરશે. જયારે ભાજપ સાથે સંકળાયેલા બીજાે પુત્ર વિજય વનરાજ ભાજપમાં રહીને પણ પિતાનો સાથ આપશે કે કેમ તેને લઈ રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.
જેમાં વડોદરા શહેરમાંથી ગુણવંત પરમાર, સાવલીમાંથી કુલદીપસિંઘ રાઉલજી, પાદરામાંથી વર્તમાન ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર અને કરજણમાંથી વર્તમાન તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રિતેશ પટેલ (પિંટુ)ને ટિકિટ આપવામાં આવી છે.
8 મહિના પૂર્વે શહેર કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક થયા પછી કોંગ્રેસમાં સક્રિય થઈ ગયેલા અગ્રણી ગુણવંત પરમારને શહેર-વાડીની ટિકિટ અપાઈ છે. 2017માં વોર્ડ 5ના પૂર્વ કાઉન્સિલર અને કોંગ્રેસના સક્રિય આગેવાન અનિલ પરમારને ટિકિટ અપાઈ હતી.