Western Times News

Gujarati News

1100થી વધુ CCTVની મદદથી વડોદરા દુષ્કર્મના 5 આરોપીઓને પોલીસે ઝડપ્યા

વડોદરા દુષ્કર્મના આરોપીઓની પોલીસ દ્વારા આખરે ધરપકડ

(એજન્સી)વડોદરા, નવરાત્રિના પાવન પર્વ પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ભાયલી ગામની સીમમાં અવાવરું જગ્યાએ ધોરણ ૧૧ સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુન્ના અબ્બાસ, આફતાબ સુબેદાર અને શાહરુખ વણઝારાની ધરપકડ કરી છે. આ ઉપરાંત સૈફ અલી વણઝારા,અજમલ વણઝારાની પણ પૂછપરછ માટે અટકાયત કરાઈ છે. vadodara gang rape case victims arrested

ભાયલી દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા માટે પોલીસે ભારે મહેનત કરી હતી. આરોપીને શોધવા માટે ૨૦૦થી વધુ પોલીસકર્મીઓ શોધખોળ અભિયાનમાં જોડાયા છે. આ પોલીસ જવાનો તથા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ૪૫ કિ.મી સુધીના ૧૧૦૦થી વધુ સીસીટીવી ચેક કરીને આ દુષ્કર્મ કેસના ૫ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

દુષ્કર્મની ઘટનામાં ત્રણ કિમી વિસ્તારના ૧ હજાર ઘરોમા પોલીસે તલાશી લીધી હતી. દુષ્કર્મ કેસના આરોપી મુન્ના અબ્બાસ, આફતાબ સુબેદાર અને શાહરુખ વણઝારાની મેડિકલ તપાસ માટે પોલીસ તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઇ ગઈ હતી. આ દરમિયાન આરોપીને સ્ટ્રેચર પર લઇ જવામાં આવ્યા હતા. મેડિકલ તપાસ બાદ પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે.

દુષ્કર્મ આચર્યા બાદ ક્યાં ફરાર થઇ ગયા, તેઓ એકબીજા સંપર્ક કેવી રીતે આવ્યા, આ ગુનામાં બીજું સંડોવાયેલું છે કેમે તે અંગેના તમામ પ્રશ્નોના જવાબ શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. ભાયલી પાસેની અવાવરું જગ્યા પર બોયફ્રેન્ડ સાથે બેઠેલી વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ કરી ફરાર થઇ ગયેલા ત્રણ નરાધમોએ વિદ્યાર્થિનીનો મોબાઈલ પણ લૂંટ્યો હતો.

આ મોબાઈલ રાત્રે ૧ઃ૨૦ મિનિટ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન અટલાદરા વિસ્તારમાં જાણવા મળ્યું હતું. પુત્રી મોડી રાત્રિ સુધી ઘેર નહીં આવતા તેની માતા તેના મોબાઈલ પર સતત ફોન કરતી હતી. ત્યારે નરાધમોએ માતાનો ફોન ઉપાડયો હતો અને માત્ર પાંચ સેકન્ડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો.

વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામની સીમમાં એક અવાવરું જગ્યાના રોડ પર ડિવાઇડર પાસે સ્કૂટર પાર્ક કરીને સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. તે સમયે ત્યાંથી પસારે થયેલા આરોપીઓ ધોરણ ૧૧ સાયન્સની વિદ્યાર્થિની સાથે સામુહિક દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.