Western Times News

Gujarati News

વડોદરા, ગોધરા, સહિતના શહેરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગોધરા શહેર, કાંકણપુર, તેમજ વડોદરા શહેરમા નોધાયેલા ચોરીના ચાર જેટલા ગુનાનો ભેદ ઉકેલીને ૨ ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં છે.

પંચમહાલ એલસીબી શાખા પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ.દેસાઈએ મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલ્કત સંબધી ગુનાઓ ડીટેકટ કરવા એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને જરૂરી સૂચના આપી હતી. તેના લઈને એલસીબીનો સ્ટાફ દિવાળીના તહેવારને અનુલક્ષીને ગોધરા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ હતા.

તે દરમ્યાન સયુકત રીતે બાતમી મળી હતી કે એક ઈસમ નંબર વગરની કાળા કલરની સીલ્વર પટ્ટાવાળી હીરો હોન્ડા સ્પેલેન્ડર પ્રો. મોટર સાયકલ લઇને ગોધરા સાંપા રોડ સતકેવલ મંદીરની સામે રોડ ઉપર ઉભો છે. આથી બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરી જયદીપભાઈ રચજીભાઈ બારીઆ રહે.છકડીયા તા.ગોધરા જી.પંચમહાલને નંબર વગરની સ્પેલેન્ડર મોટર સાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં પકડી પાડી પોકેટકોપ મોબાઈલમાં એન્જીન નંબર

તથા ચેચીસ નંબર આધારે મોટર સાયકલનો રજીસ્ટ્રેશન નંબર તથા માલીકની માહીતી મેળવી તેમજ નેત્રમ કમાન્ડ કંટ્રોલરૂમમાં સી.સી.ટીવી. કેમેરાની મદદથી તેમજ મોટર સાયકલના માલીકનો સંપર્ક કરતા મોટર સાયકલ ચોરી થયાની હકીકત બહાર આવી હતી.

પકડાયેલા જયદીપભાઈ રચજીભાઈ બારીઆની સઘન પુછપરછ કરતા બીજી ત્રણ મોટર સાયકલ અલગ અલગ જગ્યાએથી ચોરી કરી અને સહ આરોપી ઉમરફારૂક હુસેન હાજીયા ,ગોધરાને આપેલી હોવાની હકીકત જણાવતા તેના ઘરે તપાસ કરી બીજી કુલ-૩ મોટર સાયકલ મળી આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.