Western Times News

Gujarati News

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના મેયર સહિત પાંચ હોદ્દા પર નવા હોદ્દેદારો નિમાયા

પિન્કી સોની વડોદરાના નવા મેયર

(એજન્સી)વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સહિત પાંચ હોદ્દા પર નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે જે અંગેની જાહેરાત આજે સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પ્રભારી ગોરધન ઝડફિયા અને શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહે કોર્પોરેટરોની બેઠકમાં નામોની જાહેરાત કરી હતી.

જેમાં આગામી અઢી વર્ષ મહિલા મેયરનો હોદ્દો હોવાથી પિંકીબેનના નામની જાહેરાત થઈ હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ હોદ્દેદારની નિમણૂક અંગે ભારતીય જનતા પાર્ટી એ કસરત શરૂ કરી હતી. જેમાં સૌ પ્રથમ ત્રણ નિરીક્ષકોએ વડોદરા આવી પહોંચી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પક્ષના હોદ્દેદારોનો અભિપ્રાય મેળવ્યો હતો

સાથે સાથે હોદ્દો મેળવવા ઈચ્છનાર કોર્પોરેટરોનો બાયોડેટા પણ મેળવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા બાદ નિરીક્ષકોએ શહેર ભાજપ મહુડી મંડળની સાથે બેઠક યોજી હતી અને તેઓ પાસેથી પણ નામો મેળવ્યા હતા આ પ્રક્રિયા બાદ શહેર ભાજપ ના અગ્રણીઓની એક બેઠક સંસદ સભ્યોને ત્યાં પણ મળી હતી

ત્યારબાદ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જેમાં ધારાસભ્યો સંસદ સભ્ય તેમજ પક્ષના અગ્રણીઓએ પોતપોતાના માનિતા કોર્પોરેટરના નામો રજૂ કર્યા હતા. જે આધારે એક હોદ્દા માટે ચાર થી પાંચ કોર્પોરેટરની યાદી તૈયાર કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.