પ્રિન્સિપાલને વહેલી સવારે 3.49 કલાકે સ્કુલમાં બોંબ હોવાનો મેઈલ મળ્યો
સદ્નસીબે કોઈ વાંધાજનક વસ્તુઓ નહી મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો-વડોદરાની સ્કૂલમાં બોમ્બ હોવાનો ઈ-મેઈલ મળતાં પોલીસ દોડતી થઈ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ અને દિલ્હી બાદ વડોદરાની સ્કૂલમાં બોમ્બ હોવાનો ઈ-મેઈલ મળતાની સાથે જ પોલીસ દોડતી થઈ છે. વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપાલને વહેલી સવારે ૩ઃ૪૯ વાગ્યે ઈ-મેઈલ મળતા સ્કૂલના સત્તાધીશો અને પોલીસને જાણ કરીહતી. નવરચનાની વડોદરા શહેરમાં ત્રણ સ્કૂલ આવેલી છે vadodara-navrachna-school-bomb-threat
જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિÂન્સપાલને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. આ ઈ-મેઈલને પગલે પોલીસ દ્વારા હાલ ભાયલી વિસ્તારની એક સ્કૂલ અને સમા વિસ્તારની બે સ્કૂલ એમ ત્રણ સ્કૂલમાં બોમ્બ સ્કવોડ તથા ડોગ સ્કવોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. બસ સહિતના વાહનો અને આસપાસના વિસ્તારમાં ચેકિંગ થઈ રહ્યું છે.
વડોદરા ગ્રામ્યના ડીવાયએસપી ચેતના ચૌધરીએ જણાવ્યું હતું કે, નવરચના ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિÂન્સપાલને ધમકીભર્યો ઈ-મેઈલ મળતા સ્થાનિક પોલીસ એલસીબી, ગ્રામ્ય એસઓજી સહિતની ટીમો સ્કૂલમાં પહોંચી ગઈ હતી અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી હતી. પાઈપમાં પણ તપાસ કરવામાં આવી હતી. જો કે, અત્યાર સુધીની તપાસમાં કાંઈ પણ મળ્યું નથી. હજી યુનિ. બિલ્ડીંગ અને ગ્રાઉન્ડની તપાસ કરવામાં આવી રહી છે.
સવારે ૪ઃ૩૦ વાગ્યે બોમ્બ મૂકાયાની ધમકી આપવામાં આવી હતી જેથી તરત જ પોલીસને જાણ કરાઈ હતી. બોમ્બની જાણ થતાની સાથે જ તમામ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. આ પહેલાં સ્કૂલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને મેસેજ કરીને સ્કૂલમાં ન આવવા માટે જણાવી દેવાયું હતું. પોલીસે સ્કૂલનું ચેકિંગ કર્યું હતું. જો કે, કાંઈ વાંધાજનક ન મળતાં અંતે પોલીસે ક્લિરન્સ આપી દીધું હતું.
નવરચના યુનિ. બિલ્ડીંગમાં વાહનોનું ચેકિંગ કરીને અને આઈડી કાર્ડ ચેક કરીને જ દરેક વ્યક્તિને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તમામ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરની બેગ પણ ચેક કરવામાં આવી રહી છે. યુનિ. બિલ્ડીંગને ખાલી કરાવવામાં આવ્યું નથી. યુનિ. બિલ્ડીંગમાં વિદ્યાર્થી-પ્રોફેસર જઈ રહ્યા છે. માત્ર સ્કૂલ બિલ્ડીંગમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. ઘટનાની જાણ કરાતા ફાયરબ્રિગેડની ટીમ પણ નવવરચના યુનિ. ખાતે પહોંચી હતી. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો અંદર ગઈ હતી.