વડોદરા રેલ્વે પોલીસે મહારાષ્ટ્રના ઘરફોડ ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા
(તસવીરઃ સાજીદ સૈયદ) નડિયાદ, પોલીસ અધિક્ષક સરોજ કુમારી તથા નાયબ પોલીસ અધિક્ષક જી,એસ. બારીયાની સુચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગીએ વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તાર તેમજ રેલ્વે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોના કિમતી સર સામાનની સલામતીના હેતુસર વધુમાં વધુ પેટ્રોલીંગ વોચ રાખી બનતા ગુન્હાઓ અટકાવવા
તથા વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે આધારે એ.એસ.આઇ પર્વતસિંહ , હસમુખલાલ, ઋતુરાજસિંહ તથા લોકરક્ષક કૌશલ એ રીતેના પોલીસ માણસો સાથે વડૉદરા રેલ્વે સ્ટેશન પર પેટ્રોલીંગ વોચ કરતા હતા
દરમ્યાન રેલવે કંટ્રોલ તરફી વર્ધી મળેલ કે ટ્રેન નં ૨૨૨૦૯ દૂરનો એકસ. ટ્રેનના કોચ બીાર સીટ નં.૩૮, ૩૯ ઉપર કાદિર માન તથા કનૈયા ગુપ્તા નામના ઇસમો મહારાષ્ટ્રના બાંદા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના આરોપીઓ છે અને તે ભાગીને દિલ્હી તરફ જઈ રહેલ છે તેવી વર્ધી મળતા અમો તથા સાથેના પોલીસ માણસો એ વર્દીમાં જણાવેલ દૂરનો એકસ ટ્રેન
તા.૨૯/૦૮/૨૦૨૩ ના ક.૦૩૪૩૦ વાગ્યાના સુમારે વડોદરા રેલ્વે સ્ટેશન પ્લે.૦૪ ઉપર આવતા સદર ટ્રેન ઉપર હાજર રહી કોચ નંબર બી/ર માં સીટ નં.૩૮,૩૯ ઉપર તપાસ કરતા બન્ને ઇસમો કાદિરખાન તથા કનૈયા ગુપ્તાનાઓ મળી આવતા તેઓને સદર ટ્રેન માથી સાથેના પોલીસ માણસોની મદદથી ઉતારી લઈ
વડૉદરા રેલવે સ્ટેશન મુસાફરખાના આવેલ પોલીસ ચોકીમાં લાવી બન્ને ઇસમોના નામ ઠામ પુછતા (૧) કનૈયા સઓ રામનાથ જાતે ગુપ્તાઉ.વ ૨૬ ધંધો બેકાર રહે . ખસરા નંબર ૧૮ાર ગલી ૦૯ સુરેન્દર કોલોની કેસર જરીદામ જરાબુરારી તિમાર પુરથાના નોર્થ દિલ્હી મો.નં.૯૬૨૫૬૩૧૭૧૯ વાળો તથા
(૨) દિરખાન સાઓ આવિદઅલી જાતે અલી ઉ.વ ર૬ ધંધો – બેકાર રહે, સી.એન પટર ગલી નં,૧૦ બદરપુરમાં જરાબુરારી તિમારપુરથાના ઉત્તર દિલ્હી વાળાઓ હોવાનુ જણાવેલ જેઓની ઝડતી તપાસ કરતા કનૈયાગુપ્તા પાસેથી રોકડ રૂપિયા ૧૬,૬૦૦/- મળી આવેલ જે સંબંધે પુછપરછ કરતા સદર રૂપિયા તેના મિત્ર નામે કનૈયાગીરી તથા કાદિરખાનનાઓની સાથે મળી સાવંતવાડીના બાંદા પોલીસ સ્ટેશન હૃદ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરેલ તેમાના પૈસા હોવાનુ પંચો રૂબરુ જણાવેલ હોય અને
ઘરફોડચોરીનો ગુનો કરેલાની હકીકત જણાવેલ હોય જેથી આ સંબંધે મહારાષ્ટ્રના સાવંતવાડી તાલુકાના બાંદા પોલીસ સ્ટેશનમાં તપાસ કરાવતા સદર બન્ને ઇસમો બાંદા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૦૦૯૪/૨૦૨૩ ઇ.પી.કો.-૪૫૪, ૪૫૭, ૩૮૦ વિગેરે મુજબનો તેમજ અન્ય બે ઘરફોડીના ગુના કરી ભાગેલ
હોવાની હકીકત જણાતા સદર બન્ને આરોપીઓને વડોદરા રે.પો.સ્ટેશનમાં CRPC કલમ ૪૧(૧) (આઇ) મુજબ અટક કરી આરોપીઓનો કબ્જો બાંદા પોલીસ સ્ટેશન સાવંતવાડી મહારાષ્ટ્ર નાઓને સોપવા તજવીજ કરી. મહારાષ્ટ્રના બાંદા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.