મોબાઈલના બ્લુટૂથ સાથે દોરડાને જાેડી બદલે જગ્નનાથજીનો રથ સંચાલિત કરવામાં આવ્યો
વડોદરાની અનોખી રથયાત્રાઃ જગન્નાથપુરીની પરંપરાઓ પાળીને રોબોટ રથયાત્રા
વડોદરા, વડોદરામાં દિવાળી પછી ભગવાન નરસિંહજી નો વરઘોડો અને અષાઢી બીજે ઇસ્કોન પ્રેરિત ભગવાન જગન્નાથજી અને બંધુ બલરામ અને ભગિની સુભદ્રાજી ની રથયાત્રા એ શહેરી કેલેન્ડરના બે અગત્યના પડાવો છે.
જાે કે હવે પ્રત્યેક ક્ષેત્રમાં આઇટીનો વિનિયોગ થઈ રહ્યો છે ત્યારે વડોદરાના ટેકનોસેવી યુવા મિત્રોએ પવિત્ર રથયાત્રામાં આઇટી ના વિનિયોગ થી અનોખી અને આકર્ષક પરંપરા ઉમેરી છે. આજે જય મકવાણા અને તેના મિત્રોએ રથયાત્રા સાથે જગન્નાથ પુરીમાં સંકળાયેલી પરંપરાઓ ને પાળીને નિઝામપુરા વિસ્તારમાં ૯ મી રથયાત્રા,
રિમોટ કંટ્રોલ સંચાલિત નંદિઘોષ રથમાં ભગવાનને બિરાજમાન કરીને કાઢી હતી અને યુવા સમુદાયે ખૂબ ઉત્સાહ થી બંધુ ભગિની ત્રિદેવ ને વધાવ્યા હતા.
આ રોબો રથ ની રચના નીરજ મહેતા અને રવીન્દ્ર સોલંકીએ કરી હતી.૬ પૈંડા ધરાવતો આ રથ ૧૨ વોલ્ટ ની બેટરી અને ૧૦૦ આર.એમ.પી.મોટર થી ઉર્જાનવિત કરવામાં આવ્યો હતો.તે કલાકના ૧૦ કિમી વેગથી ગતિમાન કરી શકાતો હતો.તેની સાથે ૬ શ્વેત અશ્વો ની પ્રતિકૃતિઓ જાેડવામાં આવી હતી.
ભક્તોના મોબાઈલ ફોનના બ્લુટૂથ સાથે જાેડી દોરડાને બદલે ટેકનોલોજીથી આ રથ સંચાલિત કરવામાં આવ્યો હતો. મથાળે સુદર્શન ચક્ર વાળા આ રથને પામની ડાળીઓ અને પુષ્પોથી સજાવવામાં આવ્યો હતો.રથ યાત્રા શરૂ કરવા પહેલાની તમામ વિધિઓ કરીને રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.