વડોદરા: કોર્પોરેશને કરોડોના ખર્ચે ખરીદેલી સ્પીડ બોટો ધૂળ ખાઇ રહી છે
તંત્રની ઘોર બેદરકારી સામે આવી
(એજન્સી)વડોદરા, વડોદરામાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરવા માટે એક તરફ બોટના ફાંફા હતા ત્યારે કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચે ૨૦૧૬માં ખરીદેલી ૧૫ કરતા વધારે સ્પીડ બોટો ધૂળ ખાતી નજરે પડી હતી.
મળતી વિગતો પ્રમાણે વર્ષ ૨૦૧૬માં કરોડોના ખર્ચે ખરીદવામાં આવેલી સ્પીડ બોટ આરટીઓ કચેરીના ખૂણામાં ધૂળ ખાઈ રહી છે. જે સ્પીડ બોટનો ઉપયોગ કોર્પોરેશન દ્વારા હાલ કરવામાં આવી રહ્યો નથી. આ પૈકી કેટલીક બોટોની ક્ષમતા ૧૨૦૦ કિલોની છે.
વર્ષ 2016માં ખરીદેલી સ્પીડ બોટ ધૂળ ખાધેલી હાલતમાં
શોભાના ગાંઠીયા સમાન આ બોટ વડોદરા મહાનગર પાલિકાની બિસ્માર હાલતમાં .
કોના માટે ધૂળ ખાઈ રહી છે??આના માટે જવાબદાર કોણ?#VadodaraFloods #VMCVadodara #RainAlert pic.twitter.com/4zEpLR9gut
— Banasi (बनासी) (@siv_sagar) August 30, 2024
એટલે આવી બોટમાં ૧૫ થી ૨૦ લોકોને આસાનીથી બેસાડી શકાય તેમ છે. જોકે વડોદરા મંગળવાર અને બુધવારે અભૂતપૂર્વ પૂરનો સામનો કરી રહ્યું હતું ત્યારે આ બોટો પાણીમાં હોવાની જગ્યાએ આરટીઓ કચેરીના ખૂણામાં શેડની નીચે પડી રહી હતી. તેના પર ધૂળનો થર જામેલો જોવા મળી રહ્યો હતો.
આ બોટોનો ઉપયોગ કરાયો હોત તો બે દિવસમાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડી શકાયા હોત. આ ઘોર બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માગ થઈ રહી છે.