જ્ઞાનેન્દ્રિયમાં સૌથી વધુ કિંમતી મન છેઃ વૈષ્ણવાચાર્ય વ્રજકુમારજી
વડોદરા, પવિત્ર શ્રાવણ માસમાં માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં હરિનામ સંકિર્તન સત્સંગમાં વૈષ્ણાચાર્ય વ્રજકુમારજી મહારાજે પોતાના યમુનાસ્ટક પર વિવેચન કરતાં કહ્યું હતું કે, જ્ઞાનેન્દ્રિયમાં સૌથી કિંમતી વસ્તુ જો હોય તો તે મન છે તેને સેફ રાખવું પડે. યમુનાજી અને મહાપ્રભુ પાસે જવા માટે નમન અર્થાત ‘ન’ મનની સ્થિતિ આવશ્યક છે. મન પ્રભુને આપવું એ નમન મન આપણા પાસે ન રહે પણ પ્રભુ પાસે રહે. પ્રભુને નમન કરતી વખતે દાસત્વો ભાવ હોવો જોઈએ.
મોટી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવોને સમજાવતા કહ્યું કે, વ્રત ભગવાનને પામવા નહીંપણ તન-મનની શુદ્ધિ માટે છે. ભગવાનને નમન કરવાથી જીવના તમામ કષ્ટ પાપ દૂર થાય છે.
અહંકારનું શમન-નમનથી થાય છે. તેમને કહ્યું કે બ્રહ્મ સંબંધ લીધો હોય તો ઠાકોરજી ધ્યાન રાખશે એવો દૃઢ વિશ્વાસ હોવો જોઈએ. જો સેવા કરતાં કૃષ્ણમાં રૂચિ પેદા થઈ જાય તો સમજવું કે જીવનો તે આખરી જન્મ છું, હું સામાન્ય જીવ નથી પ્રભુનો જીવ છું. કહી જીવના પાપ દૂર કરવા માટે પ્રભુ અલગ-અલગ ચાર રીત અપનાવી છે. જેમાં દુઃખ આવે ત્યારે સમજવાનું કે પ્રભુ પાપનો ઘડો ખાલી કરી રહ્યા છે.
પાપને પ્રભુ ભસ્મ કરે છે. ભગવદ સેવા કરીને ભક્તિમાર્ગથી પાપનો વિલય કરે છે. કૃપા દૃષ્ટિથી પ્રભુ પોતાના ભકતના પાપને ધોઈ નાંખે છે એટલે દુઃખ આવે ત્યારે દુઃખી ન થવું એ સુખ આવે ત્યારે છટકી ન જવું તેવી શીખ આપી હતી.