વડોદરા કોર્પોરેશને જ લીધેલા પાણીના ૬૫૦ સેમ્પલ પાલિકાની લેબોરેટરીમાં ફેઈલ
વડોદરાના નાગરીકોએ પીધું દૂષિત પાણી!-દુર્ગંધ મારતું પાણી આવતું હોવાથી લોકો પીવાના પાણીના ટેન્કર મંગાવવા મજબૂર છે.
વડોદરા, સ્માર્ટ સિટી વડોદરા શાસકો અધિકારીઓના પાપે નાગરિકોને દૂષિત પાણી પીવું પડી રહ્યું છે. કોર્પોરેશને લીધેલા પાણીના સેમ્પલમાંથી ૬૫૦ સેમ્પલ લેબોરેટરીના ફેઇલ થતાં પાલિકા લોકોને દૂષિત પાણી પીવડાવી રહ્યું હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં નાગરિકોને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે. નાગરિકો તેના બદલે કોર્પોરેશનમાં વેરો ભરે છે. કોર્પોરેશને નાગરિકોને ચોખ્ખું પીવાનું આપવું જોઈએ પરંતુ ખુદ કોર્પોરેશન નાગરિકોને દૂષિત પાણી આપીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરી રહી છે. કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી લીધેલા પાણીના સેમ્પલમાંથી ૬૫૦ સેમ્પલ પાલિકાની લેબોરેટરીમાં ફેઈલ થયા છે.
પાણીમાં કોન્ટામિનેશન મળી આવ્યું એટલે કે પીવાના પાણીમાં ડ્રેનેજ મિશ્રિત પાણી હોવાનું લેબોરેટરીમાં રિપોર્ટમાં સામે આવ્યું. કોર્પોરેશનને લોકોના આરોગ્યની કાળજી લેવી જોઈએ તેના બદલે કોર્પોરેશન જ લોકોના આરોગ્ય સાથે રમત રમી રહી છે.
શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ વંદન ડુપ્લેક્ષમાં છેલ્લા બે મહિનાથી દૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે. દુર્ગંધ મારતું પાણી આવતું હોવાથી લોકો પીવાના પાણીના ટેન્કર મંગાવવા મજબૂર છે. મહિલાઓએ કહ્યું કે અમે ટેક્સ ભરીએ છે તો ચોખ્ખા પાણી પીવાના અમે હકદાર છીએ. કોર્પોરેશન અમારા આરોગ્ય સાથે રમત રમી રહી છે. કયા મહિનામાં ડ્રેનેજ મિશ્રિત પાણીના કેટલા સેમ્પલ ફેઇલ આવ્યા તેની વાત કરીએ તો જાન્યુઆરી – ૬૩, ફેબ્રુઆરી – ૫૨, માર્ચ – ૨૬, એપ્રિલ – ૩૧, મે- ૭૫ , જૂન – ૪૯, જુલાઈ – ૧૭૫, ઓગસ્ટ – ૫૦, સપ્ટેમ્બર – ૫૦, ઓક્ટોબર – ૨૮, નવેમ્બર – ૧૫, ડિસેમ્બર – ૩૬ એમ કુલ – ૬૫૦ છે.
પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે દોષિત પાણી વિતરણ મામલે શાસકો અને અધિકારીઓ પર અનેક સવાલ ઉઠાવ્યાપજેમાં તેમણે આક્ષેપ કર્યો કે માત્ર ૬૫૦ સ્થળોએ જ નહીં શહેરમાં હજારો સ્થળોએ દૂષિત પાણીનું વિતરણ કરાય છે. કોર્પોરેશન નાગરિકોને શુદ્ધ પાણી નથી આપતું. કોર્પોરેશનના દૂષિત પાણીના કારણે નાગરિકો બીમાર પડે છેપકોંગ્રેસના સમયમાં બે સમય પાણીનું વિતરણ કરતા હતા.
મહત્વની વાત છે કે કોર્પોરેશન દૂષિતનું પાણીનું વિતરણ કરતું હોવાના કારણે દર વર્ષે કરોડોનો ખર્ચ કરી લોકોના ઘરે ઘરે ટેન્કર મારફતે પાણી મોકલે છે. નલ સે ચોખ્ખું જળ આપવાના બદલે પાલિકાના શાસકો અધિકારીઓ ટેન્કર રાજ ચલાવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે પાલિકાના શાસકો કે અધિકારીઓને પૂછવાનો પ્રયાસ કરતા તેમણે કઈ પણ કહેવાનો ઇનકાર કરી મૌન સેવી લીધું.