મહિલાને સાડા સાત મહિના સુધી ડિજિટલ એરેસ્ટ રાખી રૂ.૧.૮૯ કરોડ પડાવ્યા

AI Image
વડોદરા, વડોદરાની મહિલાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે સાડા સાત મહિના સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને સાયબર માફિયાઓએ રૂપિયા ૧.૮૯ કરોડ પડાવ્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી વિક્રમસિંગ બોલું છું તેમ કહીને મહિલાને સાડા સાત મહિના સુધી ટોર્ચર કરી નાણાં પડાવ્યા હતા. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
નવેમ્બર ર૦ર૪માં પણ એક મહિલા ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા હતા. જેનું તેમણે રેકો‹ડગ પણ કરી લીધું હતું. ઠગબાજોએ મહિલાને હાઉસ એરેસ્ટ બાદ ટોર્ચર કરી તેના પતિને ગોળી મારી દેવાની ધમકી આપી અને એક લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મહિલા તેમને વિનંતી કરતી રહી અને સામે આરોપીઓ તેને પોલીસ અને સીબીઆઈ અધિકારીનો દમ મારી પોતાના કરતૂતને અજામ આપતા રહ્યા.
વડોદરા શહેરમાં રહેતી મહિલાને રર ઓગસ્ટના રોજ સાયબર માફિયાઓએ કોલ કર્યો હતો અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી પોલીસ ઈન્સ્પેકટર વિક્રમસિંગ બોલું છું. તમારું આધારકાર્ડ અને મોબાઈલ નંબરનો હ્યુમન ટ્રાફિકિંગ, ડ્રગ્સ સ્મગલિંગ, મનિ લોન્ડરીંગ, આઈડેન્ડીટ થેપ્ટ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફીની વેબસાઈટમાં ઉપયોગ થયો છે. જેમાં મહોમ્મદ ઈસ્લામ મલિક નામનો આરોપી પકડાયો છે.
ત્યારબાદ સાયબર માફિયાઓએ મહિલાને વીડિયો કોલ પણ કર્યા હતા. રર ઓગસ્ટ ર૦ર૪થી ર એપ્રિલ ર૦રપ દરમિયાન મહિલાને સતત ફોન કરી અને વીડિયો કોલ કરીને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટ રાખી હતી અને બેન્ક ઓફ બરોડા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને એચડીએફસી બેન્ક સહિતના વિવિધ બેન્ક એકાઉન્ટમાં મહિલાએ નાણાં ટ્રાન્સફર કર્યા હતા.
સાયબર માફિયાઓએ અત્યાર સુધીમાં કુલ ૧,૮૯,૦૦,૦૧૭ રૂપિયા મહિલા પાસેથી પડાવ્યા છે. આ દરમિયાન સાયબર માફિયાઓએ મહિલાને બનાવટી દસ્તાવેજો મોકલ્યા હતા અને મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી હતી અને મહિલાને ધરપકડ કરવાની ધમકી આપી હતી અને ટુકડે ટુકડે મહિલા પાસેથી આ મોટી રકમ પડાવી હતી. આ મહિલાએ છેવટે આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.