Western Times News

Gujarati News

ઓનલાઈન ચેટીંગ એપથી વડોદરાના યુવાનને ફસાવી રૂ.ર.રપ લાખ પડાવ્યા

વડોદરા, વડોદરામાં રહેતા આણંદની ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા યુવાનને હનીટ્રેપમાં ફસાવીને રૂપિયા સવા બે લાખ પડાવી હોવાની વાઘોડીયા વિસ્તારમાં ઘટના બની હતી. ઓનલાઈન ચેટીગની એપ્લીકેશનની સંપર્કમાં આવેલી યુવતી અમદાવાદથી યુવકને મળવા વાઘોડીયા આવી હતી. જયાં યુવકની સાથે પાવાગઢ તરફ રવાના થઈ હતી.

જયાં રસ્તામાં બનાવટી પોલીસ અને યુવતીના પતીેએ આંતરીને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપીને યયુવાન પાસે સવા બે લાખ પડાવી લઈને તેને માર માર્યો હોવાની ફરીયાદ વાઘોડીયા પોલીસ મથકમાં નોધાઈ હતી. છ લોકોની આ ટોળકી પૈકીના ચારની પોલીસે ધરપકડ કરી હતી.

વડોદરાના મકરપુરામાં રહેતા રોહીત સુર્યકાંત પટેલ નામનો યુવાન એક ઓનલાઈન ચેટીગ એપ્લીકેશનના માધ્યમથી અમદાવાદની કાવ્યા પંચાલ નામનીયુવતીના સંપર્કમા આવ્યો હતો. બાદમાં પ્લાન મુજબ પોતાના અંગત મળતીયાઓ સાથે યુવતી કારમાં સવાર થઈ વાઘોડીયા આવી પહોચી હતી.

પછીથી યુવકને મળવા બોલાવી પાવાગઢ ફરવાની ઈચ્છા વ્યકત કરતા કારમાં નીકળ્યા હતા. પાવાગઢ પહેલા વલવા નર્મદા કેનાલ પાસે બંધ કારમાં ટ્રેપના પ્લાનીગ પ્રમાણે યુવક સાથે અશ્લીલ હરકતો શરૂ કરી કઢંગી હાલત બનાવી હતી. ત્યારબાદ યુવકની કારનો પીછો કરતા યુવતીના સાગરીતો પોલીસે હોવાનીઓળખ આપી ગાડીની ચાવી કાઢી યુવકને માર માર્યો હતો.

યુવતીના પતી જાેડે બળાત્કારની ખોટી ફરીયાદ કરાવી ફસાવી દેવાની ધમકી આપી ીહતી. બાદમાં અલગ અલગ ટ્રાન્ઝેકશનથી રર૪પ૦૦ ખંખેરી લઈ ગેગ ફરાર થઈ ગઈ હતી. યુવકે ફરીયાદ નોધાવતા વાઘોડીયા પોલીસે યુવતી સહીત ચારની અટકાયત કરી છે.

પોલીસ આ મામલે (૧) રાકેશભાઈ કોદરભાઈ પટેલ (રહે. જાબુડી તાલુકા હિંમતનગર જીલ્લો સાબરકાંઠા (૩) જીતેન્દ્ર કાંતીલાલ બ્રહ્મભટ્ટ રહે માતર જી.ખેડાહાલ રહે. ૩//૪૧ સાયર પોલીસ હેડ કવાટર શાહીબાગ અમદાવાદ (૪)ા સોમાભાઈ ઈશ્વરભાઈનું સુથાર રહે. નાથપુરા તા.કાંકરેજ જી.બનાસકાંઠા (પ)નૈનેશ ઉફે મયુરભાઈ પટેલ સુરત (૬) જયોતીબેન સંજયભાઈ તેલગ રહે. નરોડા દાસ્તાન સર્કલ રીગરોડ ગોકુલ ગેલેક્ષી ફલેટ અમદાવાદની સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.