Western Times News

Gujarati News

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવઃ 200 રૂપિયાના 44 ગ્રામ વજનના શુધ્ધ ચાંદીના સિક્કાનું અનાવરણ

PM Narendra Modi participates in 200th year celebrations of Shree Swaminarayan Mandir in Vadtal, Gujarat on Monday. He told during video conference tha, The saints have made huge contribution to our society, when the whole society and country comes together to fulfil a purpose, it definitely gets accomplished: PM11 નવેમ્બર સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમારોહમાં વર્ચુઅલ રીતે ભાગ લીધો હતો. આ કાર્યક્રમ 11:15 વાગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આયોજિત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર હાજર શ્રદ્ધાળુઓને પણ સંબોધિત કર્યા હતા. 1824 માં સ્થાપવામાં આવેલું આ મંદિર ઘણા દાયકાઓથી ધાર્મિક અને સામાજિક જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

ચાંદીના સિક્કાને અમે સરકાર તરફથી મંદિરને ભેટ માનીએ છીએ- સંતવલ્લભ સ્વામી

નડિયાદ, વડતાલ સ્વામીનારાયણ મંદિર ખાતે દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી દરમ્યાન સોમવારે 200 રૂપિયાના જે ચાંદીના સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું છે એ અંગે સંત સ્વામીએ કહ્યું હતું કે 200 રૂપિયાનો સિક્કો શુદ્ધ ચાંદીનો છે, જેનું વજન 44 ગ્રામ છે. એનો વ્યાસ 44 એમએમ છે.

એક બાજુ ભારતની રાજમુદ્રાની નિશાની તો બીજી તરફ વડતાલ મંદિર છે. સિક્કા પર દ્વિશતાબ્દી મહોત્સવનો ઉલ્લેખ છે. આ સિક્કાને અમે સરકાર તરફથી વડતાલ મંદિર પ્રત્યેની લાગણી અને ભેટ ગણીએ છીએ. આ સિક્કો અમે વેચવા નથી માગતા. જેટલા સિક્કા સરકાર અમને બનાવીને આપ્યા છે એનો અમે સંગ્રહ કરીશું, જે દાતાઓને છે અમે ભેટસ્વરૂપે આપીશું.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થરાજ વડતાલધામ ખાતે ઉજવાઈ રહેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારત સરકારે શુધ્ધ ચાંદીના 200 રૂપિનો વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથે બહાર પાડ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય કોઠારી પૂજ્ય સંતવલ્લભ સ્વામીએ રાજીપો વ્યક્ત કરતાં કહ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ઐતિહાસિક ક્ષણ છે કેમકે શ્રીજી મહારાજે સ્વહસ્તે બનાવેલા કોઈપણ મંદિરની પ્રતિકૃતિ સાથે કોઈ ચલણી સિક્કો બનાવ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે અને વિશ્વભરમાં ફેલાયેલા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે.

વડતાલ સ્વમિનારાયણ મંદિરના 𝟐𝟎𝟎 વર્ષ પૂર્ણ થતાં ઉજવાઈ રહેલ હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ નિમિતે ભારત સરકારે શુધ્ધ ચાંદીનો 𝟒𝟎 ગ્રામનો અને કિનારી પર 𝟐𝟎𝟎 કાપા સાથે વડતાલ મંદિર અને મહોત્સવની છાપ સાથે ₹ 𝟐𝟎𝟎નો ચલણી સિક્કો બહાર પાડ્યો છે.

ગુજરાતનાં પૂર્વ મુખ્‍યમંત્રી અને પંજાબ – ચંદીગઢ ભાજપ પ્રભારી વિજયભાઈ રૂપાણી આ પ્રસંગે સહભાગી થયા હતા. આ શુભ અવસરે તેમણે સંતોગણોના આર્શીવાદ પ્રાપ્ત કરીને ધન્‍યતા અનુભવી હતી. આ સાથે ઉપસ્‍થિત વિશાળ હરિભક્‍તોની જનમેદનીને શ્રી રૂપાણી એ સંબોધન કર્યું હતું

વડતાલ ધામમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીનો આજે સોમવારના રોજ પાંચમો દિવસ છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હજારો હરિભક્તોને વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી સંબોધન કર્યું હતું.

પીએમ મોદીએ વર્ચ્યુઅલી સંબોધન દરમિયાન કહ્યું હતું કે મારી ઈચ્છા તો ઘણી હતી કે આજે હું સ્વયં વડતાલ ધામ આ પવિત્ર ઉત્સવમાં ઉપસ્થિત રહું. તમારા વચ્ચે બેસું, જૂની જૂની વાતો યાદ કરું, પણ જવાબદારી અને વ્યસ્તતાના કારણે એ સંભવ ન થઈ શક્યું, પણ હું હૃદયથી તમારી વચ્ચે જ છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવાર તા. 11 નવેમ્બર 2024ના રોજ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેવડાવ્યા હતા આ શપથ ગ્રહણ સમારોહ સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. જસ્ટિસ ખન્ના જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડનું સ્થાન લીધુ હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતે પણ હાજર રહ્યા હતા.

દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા 200 રૂપિયાના ચાંદીના સિક્કા અને સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. હજારો હરિભક્તો અને સંતોને સંબોધતા વડાપ્રધાને મહોત્સવમાં રૂબરૂ હાજર ન રહી શકવા બદલ ક્ષમા માગી હતી. આ ઉપરાંત આગામી કુંભમેળાને લઈ સંપ્રદાયને એક ખાસ કામ કરવા અપીલ પણ કરી હતી.

800 વીઘા જમીનમાં મહોત્સવ,  55 વીઘા જમીનમાં પ્રદર્શન, 10,000 વાહનનું પાર્કિગ,  26,000 લોકો માટે ટેન્ટ, દરરોજ 4 ટન શાકભાજીનો વપરાશ 12,000 સ્વંયસેવકોની ટીમ અંદાજીત 25 લાખ શ્રદ્ધાળુ આવવાની શક્યતા

આ મહોત્સવની રસોઈ માટે દરરોજ 3થી 4 ટન જેટલી શાકભાજી નાસિકથી મગાવવામાં આવે છે.  આ ઉપરાંત નડિયાદ અને આણંદની આસપાસની માર્કેટમાંથી પણ થોડી શાકભાજી દરરોજ મંગાવવામાં આવે છે.  જ્યારે રોટલી બનાવવા માટે 5-6 મશીન છે.  આ મશીનમાંથી દર કલાકે 1 હજારથી વધુ રોટલી તૈયાર થઈ રહી છે.  આ સમગ્ર રસોઈની વ્યવસ્થા માટે 500 રસોઈયાની ટીમ ખડેપગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.