Western Times News

Gujarati News

વડતાલ મંદિરમાં આરતી વખતે ભીડનો લાભ લઈ ચોરી કરતાં બે ઝડપાયાં

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા ના.પો.અધિ.સા નડીયાદ ડીવીઝન નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા ચોરી તથા સ્નેચિંગના ગુનાઓ ડીટેકટ કરવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય જે આધારે વડતાલ પો.સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ.બરંડા સાહેબ નાઓએ સર્વેલન્સ ટીમના માણસોને અસરકારક પેટ્રોલીંગ રાખી મિલકત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ

ગઇ તા.૩૦/૦૩/૨૦૨૫ ના રોજ ફરીયાદી મિરાબેન મહેશભાઇ ભટ્ટ રહે. ભાવનગર પ્લોટ નંબર ૧૬૦૮/૫ સરદાર નગર, રમનનગર મોખડાજી સર્કલ પાસે તા.જી.ભાવનગર નાઓ તેમના પરીવાર તેમજ બીજા સગા સંબંધીઓ સાથે વડતાલ સ્વામીનારાયણ મંદીરે દર્શન અર્થે આવેલ

અને સવારના આશરે સવા દશેક વાગ્યાની આરતી વખતે વધારે ભીડના કારણે કોઇ અજાણી વ્યક્તિએ મંદીરના પરીસરમાંથી ફરીયાદીના ગળામાં પહેળેલ સોનાની ચેઇન કોઇ સાધન વડે ચીલ ઝડપથી કાપી, ખેંચીને ભીડનો ફાયદો ઉઠાવી લઇ ગયેલ વિગેરે બાબતની વડતાલ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તા.૦૨/૦૪/૨૦૨૫ ના રોજ ફરીયાદ દાખલ કરવામાં આવેલ

જે ફરીયાદ આધારે વડતાલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો વડતાલ મંદિરમાં લગાવેલ સી.સી.ટી.વી ફુટેજ તેમજ હ્યુમન સોર્સીસ આધારે માહીતી મેળવવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલ દરમ્યાન સર્વેલન્સના પો.માણસો ગોમતી તળાવ તરફ સ્નેચિંગના બનાવ અનુસંધાને તપાસમાં હતા

દરમ્યાન બે શંકાસ્પદ ઇસમો મળી આવતા તેઓની યુક્તિ પ્રયુક્તિથી તથા સી.સી.ટી.વી માં દેખાતા ચેહરા મેચ થતા હોય તેઓની પુછ પરછ કરતાં તેઓ પહેલા ગલ્લાતલ્લા કરી સરખો જવાબ આપતા ન હોય બાદ તેઓને વિશ્વાસમાં લઈ વધુ પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે ગઈ તા.૩૦/૦૩/૨૦૨૫ ના રોજ આશરે સાડા દશેક વાગ્યે એક મહિલાના ગળામાં પહેરેલ સોનાની ચેઈન ચીલ ઝડપ વડે તોડીલઈ ભાગી ગયેલનાનુ કબુલાત કરતા હોય જેઓને ગુનાના કામે પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

કબજે કરેલ મુદ્દામાલ (૧) સોનાની ચેઇન આશરે ૧૦ ગ્રામ કિ.રૂ.૪૦,૦૦૦/- (૨) આરોપી પાસેથી મળી આવેલ કટર નંગ-૧ પકડાયેલ આરોપીઓ (૧) સુનિલકુમાર સ/ઓ કનુભાઈ રમેશભાઈ ચુનારા ઉ.વ. ૨૪ ધંધો. મજુરી રહે.પણસોરા સરકારી દવાખાના પાસે તા.ઉમરેઠ જી.આણંદ તથા (૨) શાંન્તાબેન વા/ઓ પ્રતાપભાઈ બુધાભાઈ દેવીપુજક ઉ.વ. ૫૭ ધંધો. ઘરકામ રહે.મરીડા ભાગોળ મેલડીમાતાના મંદીર પાછળ તા.નડીયાદ જી.ખેડા મુળ રહે.જનતા ફર્નીચરની પાસે શેરખાન તળાવ નડીયાદ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.