Western Times News

Gujarati News

વડતાલ ધામમાં 3 હજાર કિલો કલરને એર પ્રેશર મશીનથી ભકતો પર ઉડાવવામાં આવ્યો

કેસુડાના પ૦૦૦ કિલો ફુલ, ર૦૦૦ કિલો ગુલાબની પાંદડીઓ તથા ૧૦૦૦ કિલો હજારીના ફૂલની પાંદડીઓથી ભગવાન પર અભિષેક કરાયો 

નડિયાદ, સ્વામી નારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ફાગણ સુદ પૂનમને તા.૧૪ માર્ચ શુક્રવારના રોજ ર૦૯મો ફુલદોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. ભગવાન સ્વામી નારાયણને ફુલદોષ ઉત્સવ બહુ પ્રિય હતો.

વડતાલમાં આવેલ જ્ઞાનબાગમાં ભગવાન શ્રીહરિનંદ સંતો સાથે મનભરીને રંગે રમ્યા હતા. આ ઐતિહાસિક અવસરને ર૦૯ વર્ષ થયા છે. તેની સ્મૃતિમાં વડતાલ મંદિરના પટાંગણમાં પ્રતિવર્ષ ફાગણી પૂનમે રંગોત્સવ ઉજવાય છે.

રંગોત્સવની માહિતી આપતી વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં સંતો અને ભકતો તા.૧૪ માર્ચના રોજ ફાગણી પૂનમના રોજ ખેડા જિલ્લાનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાયો. રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો મંદિરમાં બિરાજતા દેવોને વિશેષ શણગાર કરવામાં આવશે જે બાદ ૭ પ્રકારના પ૦૦૦ કિલો રંગ અર્પણ કરાયો.

સવારે ભગવાનને રંગ ધરાવીને ભકતો પર સંતો દ્વારા છંટકાવ કરાયો હતો. આ ઉપરાંત કેસુડાના પ૦૦૦ કિલો ફુલ, ર૦૦૦ કિલો ગુલાબની પાંદડીઓ તથા ૧૦૦૦ કિલો હજારીના ફૂલની પાંદડીઓથી ભગવાન પર અભિષેક કરાયો હતો. આ ઓર્ગેનિક સપ્તધનુષના રંગો રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા હતા .

પ૦ હજારથી વધુ ભકતો અક્ષર ભુવન પાછળ તૈયાર કરેલ સ્ટેજ પાસે શ્રીજીના પ્રસાદીના રંગોથી રંગાઈને ભક્તિના રંગમાં તરબોળ થઈને આંનદ કિલ્લોલ કર્યો. વડતાલ મંદિર ખાતે યોજાનારા ખેડા જિલ્લાના સૌથી મોટા રંગોત્સવમાં પ દેશના તથા ગુજરાત, મહારાષ્ટ્રના હજ્જારો હરિભકતોએ લાભ લીધો હતો.

આ માટે મંદિરના વહીવટી સંતો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે જે પૂર્ણતાના આરે છે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાષ્ટ્રના સાંનિધ્યમાં ચેરમેન દેવપ્રકાશ સ્વામી સહિત વડીલ સંતો એક સાથે શ્રીજીના રંગે રંગાશે. હાલ સમગ્ર મંદિર પરિસરને ભવ્ય રીતે શણગારવામાં આવેલ છે. મંદિર પરિસરમાં અલગ અલગ કલરના ૭૦થી ૮૦ ફૂટ ઉંચા રપ૦ બ્લાસ્ટ કરાયો હતો.

૩૦૦૦ કિલો કલરને એરપ્રેશર મશીન દ્વારા ભકતો પર ઉડાડવામાં આવશે. આ ઉપરાંત ૧પ૦થી વધુ રિબિન બ્લાસ્ટ કરવામાં આવ્યો. ભકતો શ્રીજીના રંગે રંગાયા બાદ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. પાંચ ડીજેના સથવારે રંગોત્સવ ઉજવાશે. ફાગણછ પૂનમ તા.૧૪મીને શુક્રવારે વડતાલ મંદિરના પવિત્રાનંદ સ્વામીના સભામંડળપમાં સુરત (રામપુરા) મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી પુરૂષોત્તમ પ્રકાશદાસજી (પી.પી.સ્વામી) ફાગણી કથાનું ભકતોને રસપાન કરાવ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.