તિલકવાડાના વઘેલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું
વઘેલી, તિલકવાડા તાલુકાના વઘેલી ગામે નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ યાત્રાનો રથ વઘેલી ગામે આવી પહોંચતા ગામલોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં સરકારની યોજનાકીય ફિલ્મ નિહાળી વિકસિત ભારત નિર્માણના સંકલ્પ અંગે તમામે સામુહિક શપથ લીધા હતા. આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવતા જણાવ્યુ હતું કે, સરકારની ૧૭ જેટલી લોકકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારી છેવાડાના વિસ્તારના લોકોના સુખાકારીમાં વધારો કરી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં આગળ આવવા સૌ નાગરિકોને હાકલ કરી હતી.
સરકારની યોજનાનો લાભ જન જન સુધી પહોંચે તેની જાણકારી આપવા માટે આ યાત્રા ગામે ગામ ફરી રહી છે. આ યાત્રા હવે અંતિમ તબક્કાના પડાવમાં પહોંચી છે અને લોકોને માહિતી જગૃતિ સંદેશ અને વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ થી શાસન સાંભળ્યું છે ત્યારથી દેશના સૌ નાગરિકોને યોજના થકી છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખીને સુખાકારીમાં વધારો થાય તેવા પ્રયાસો આ યાત્રાના માધ્યમથી સરકાર લોકોના આંગણે આવી યોજનાઓની જાણકારી આપી લાભાન્વિત કરી રહી છે. SS3SS